એસ.ટી.ના મૃતક કર્મચારીઓના આશ્રિતોને અપાશે નોકરી
- 240ને નિમણૂકપત્ર મળશે: નિગમમાં 11 હજાર જગ્યા ભરવા સરકારની જાહેરાત: એક વર્ષમાં મુસાફરોની સંખ્યામાં બે લાખનો વધારો: ડબલ ડેકર બસો દોડતી થશે
વર્ષ 2024-25નું વાહન વ્યવહાર વિભાગનું 3370.33 કરોડ રૂૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું. મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વિભાગના ઇતિહાસમાં આ સૌથી વધુ રકમનું બજેટ છે. એક વર્ષમાં જઝ બસમાં મુસાફરીની સંખ્યામાં બે લાખનો વધારો થવા પામ્યો છે. આગામી 5 દિવસમાં 500થી વધુ નવી બસો મુસાફરોની સેવામાં મૂકાશે. નિગમની નીતિ અનુસાર વર્ષ 2011 પહેલાં અવસાન પામેલા નિગમના 240થી વધુ કર્મચારીઓના આશ્રિતને આગામી સમયમાં ક્લાર્કની કક્ષામાં નિમણૂક પત્ર એનાયત કરાશે.
તેમણે કહ્યું કે, દરેક ધારાસભ્ય તેમના મત વિસ્તારમાં જરૂૂરી બે જઝ ટ્રીપ શરૂૂ કરવા માગ કરશે તો તે અપાશે. 60 દિવસ સુધી તેનું મોનિટરિંગ કરીને તે નફો કરતા હશે તો ચાલુ રખાશે અન્યથા બંધ રખાશે. મોબાઇલ એપ્લિકેશન થકી નિગમની તમામ ડિજિટલ સેવા રિયલ ટાઇમ ઉપલબ્ધ કરાવાશે.
ગૃહમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં એટલેકે, ચાલુ વર્ષમાં જ 2024ના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા એસ.ટી. વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિત અલગ અલગ વિભાગોમાં કુલ 11 હજાર કરતા વધારે કર્મચારીઓની કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે. ચાલુ વર્ષના અંત સુધીમાં જ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, આગામી સમયમાં ડબલ ડેકર બસ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સમગ્ર રાજ્યમાં દોડતી કરવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં એસ.ટી.ની ડબલ ડેકર બસો દોડતી થશે. મુસાફરોની સુખાકારીમાં વધારો કરવાનો અમારો પ્રયાસ રહેશે. આગામી પાંચ દિવસમાં નવી 500 એસ.ટી.બસો શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાના દરેક ધારાસભ્ય નો એક અઠવાડિયામાં બે રૂૂટ માંગે ત્યાં આપવાની જાહેરાત કરવામાં આવી.
તેમજ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમ નુકશાનમાંથી નફામાં આવ્યું છે. જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી સેવા આપવામાં વાપરવામાં આવશે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે. જ્યાં એસટીમાં મુસાફરોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પહેલા એસટીમાં 25 લાખ મુસાફરો હતા જે વધીને 27 લાખ મુસાફરો એસટીમાં મુસાફરી કરી રહ્યા છે.
2024-25મા 27 ડેપો નવા બનશે
આગામી સમયમાં મહાનગરોમાં 24 કલાકમાં તથા અન્ય જગ્યાએ 2થી 3 દિવસમાં લાઈસન્સ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાના પ્રયત્નો હાથ ધરાશે. એસ.ટી. પરિવહનમાં એક પણ બસ તૂટેલી ના રહે તે માટે 100 દિવસમાં તમામ બસોનું ડેન્ટિંગ અને પેઇન્ટિંગની કાર્યવાહી મિશન મોડ પર હાથ ધરાશે. તે સાથે આગામી મહિને 15 એસ.ટી. બસ ડેપો અને સ્ટેશનના ખાતમુહૂર્ત કરાશે. વર્ષ 2024-25માં કુલ 27 ડેપો અને બસ સ્ટેશનનું બનાવવાનું આયોજન હોવાનું પણ જણાવ્યું હતું.