રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શ્રી ઉમિયા પદયાત્રિક ટ્રસ્ટ દ્વારા રવિવારે રાજકોટથી સિદસર પદયાત્રાનું પ્રસ્થાન

04:22 PM Sep 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજી ના 126 મા પ્રાગટયદિન પ્રસંગે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા રાજકોટથી સિદસર સુધી પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રા 15 સપ્ટેમ્બર ને રવિવારના રોજ સંસ્થાની ઓફિસ રાજકોટ થી પ્રસ્થાન કરશે. જેમાં અનેક પદયાત્રિકો જોડાશે.

રાજકોટના શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા દર વર્ષની માફક આ વર્ષે પણ 2પ મી પદયાત્રા નું ભાદરવા સુદ પૂનમના રોજ શ્રી ઉમિયા માતાજી સિદસરના પ્રાગટય દિન નિમિતે યોજાનારા મહાયજ્ઞમાં ભાગ લેવા તથા રાજકોટ થી સિદસર સુધી શ્રી ઉમિયા માતાજીના રથ સાથેની પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રા તા. 15-9-24 ને રવિવારના રોજ સંસ્થાની ઓફિસ અંકુર ર્કોમશીયલ સેન્ટર ગોંડલ રોડ થી સવારે 4:30 કલાકે પ્રારંભ થશે.

રાજકોટથી પદયાત્રિકોનો સંઘ માં ઉમિયાના જયઘોષ સાથે સિદસર જવા રવાના થશે. રાજકોટથી શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર જતાં પદયાત્રિકો પી.ડી. માલવીયા કોલેજ, ગોંડલ રોડ, ક્રિષ્નાપાર્ક થઇ પદયાત્રીકો ઉમિયા કડવા પટેલ સમાજ વેરાવળ (શાપર) મુકામે ચા-નાસ્તા કરી રીબડા, થઇ દાળેશ્વર મહાદેવના મંદીરે બપોરની પ્રસાદી લઇ વિરામ કરશે. બપોરે 2:30 કલાકે ત્યાથી પ્રસ્થાન કરી વાળધરી કોલીથડ થઈ ગરનાળા મુકામે રાત્રીની પ્રસાદી તેમજ રાત્રી રોકાણ કરશે. તા.16-9-2024 ને સોમવારે ગરનાળા મુકામથી ચા-નાસ્તો બાદ પ્રસ્થાન કરી ત્રાકુડા ખોડીયાર મંદિરે નાસ્તો લેશે, ઉમરાળી ધોળીધાર થઈને જામકંડારણા તિરૂૂપતી જીનીંગ મીલ ખાતે બપોરની પ્રસાદી લઇ આરામ કરશે. બપોરે 2:30 કલાકે તિરૂૂપતી જીનીંગ મીલ મુકામે થી પ્રસ્થાન કરી જશાપર, નાગબાઇની ધાર થઇ ખજુરડા, જામટીંબડી મુકામે રાત્રી પ્રસાદ તેમજ રાત્રી રોકાણ કરશે તા. 17-9-2024 ને મંગળવારના રોજ સવારે 5:00 કલાકે જામટીંબડી મુકામે ચા લઇ પ્રસ્થાન કરશે સાજડીયાળી, મુકામે ચા-નાસ્તો કરી અરણી થઈને ભાયાવદર મુકામે બપોરની પ્રસાદી લઇ આરામ કરશે ત્યારબાદ ભાયાવદરથી પ્રસ્થાન કરી ખારચીયા, મોટી પાનેલી થઇને સિદસર શ્રી ઉમિયા માતાજીના મંદિરે સાંજના આરતીનો લાભ લઇને રાત્રીની પ્રસાદી લઇ રાત્રી રોકાણ કરીશેરાજકોટથી સિદસર સુધીની પદયાત્રામાં ભાવિકો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. દર વર્ષે ભાવિકોની સંખ્યા વધતી જાય છે. ભાવિકો ભજન-કિર્તનના સાથે માતાજીના જયઘોષા સાથે પદયાત્રા કરે છે. રાજકોટથી સિદસર સુધીનુ પદયાત્રામાં એક અનોખું ધાર્મિક વાતાવરણ ઉભુ થાય છે. શ્રી ઉમિયા માતાજી પ્રત્યે શ્રધ્ધા અને આસ્થા ધરાવતા ભાવિકો આ પદયાત્રામાં જોડાય છે. ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ મણવર ઉપપ્રમુખ અતુલભાઈ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઈ ઉકાણી, સહ મંત્રી જેન્તીભાઈ ભાલોડીયા, ખજાનચી ભૂપતભાઈ જીવાણી, તેમજ ટ્રસ્ટી રાજેશભાઈ ત્રાંબડીયા, કાન્તીભાઈ કનેરીયા કારોબારી પ્રમુખ પ્રફુલભાઇ દેત્રોજા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ બરોચીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

આ પદયાત્રામાં જોડાવા ઇચ્છુક ભાઈ-બહેનોએ પદયાત્રાના ફોર્મ અમી ગ્રાફીકસ -ગુરૂૂકુલ ગોડલ રોડ, ઉમિયાજી સીઝન સ્ટોર, પંચાયત ચોક, પ્રમુખ મેડીસીન-કોટેચા ચોક, ઉમિયાજી પાન, યોગેશ્વર પાર્ક,, ઉમા મંડપ સર્વિસ જલજીત સોસાયટી, ઉમીયાજી પાન એન્ડ કોલ્ડીકસ-અંબીકા ટાઉનશીપ, શ્રી ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ, બેકબોન શોપીંગ સેન્ટર, રૂૂપ બ્યુટી શોપ, સ્વામીનારાયણ ચોક, શ્રી રામ હાર્ડવેર એન્ડ સેનેટરી મોલ, રાજમંદિર કોમ્પલેક્ષ રામપાર્ક, પટેલ મોબાઇલ, ગોર્વધન ચોક, વિશ્વાસ આરો, અંબીકા ટાઉનશીપ, શ્રી ઉમિયા કડવા પટેલ સેવા સમાજ વેરાવળ શાપર ખાતે થી મેળવી તેમજ પરત આપવા સંસ્થાની એક યાદીમાં જણાવાયુ છે.

Tags :
gujaratgujarat newsSidsar PadayatraSri Umiya Padayatrik Trust
Advertisement
Next Article
Advertisement