For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટપાલ વિભાગ દ્વારા આઇ.ટી 2.0 એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ

05:09 PM Aug 21, 2025 IST | Bhumika
ટપાલ વિભાગ દ્વારા આઇ ટી 2 0 એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિઝન અને સંચાર તથા ડોનર મંત્રી જયોતિરાદિત્ય એમ. સિંધિયાનાં માર્ગદર્શન હેઠળ ટપાલ વિભાગે સફળતાપુર્વક આઇ.ટી. 2.0 - એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT)નો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કર્યો છે. આ ડિજીટલ અપગ્રેડ દેશભરનાં 1.65 લાખથી વધુ ટપાલ કચેરીઓમા આધુનિકીકરણ તરફનો ઐતિહાસીક પગથીયો છે જે ડિજીટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાનાં સપનાને સાકાર બનાવે છે.

Advertisement

સિંધિયાએ જણાવ્યુ: APT ઇન્ડિયા પોસ્ટને વિશ્ર્વ સ્તરની જાહેર લોજિસ્ટીકસ સંસ્થા બનાવશે . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમા આ આત્મનિર્ભર ભારતનુ શકિતશાળી પ્રતિબીંધ છે જે ડિજીટલ ઇન્ડિયા તરફ મજબુત અને સ્વાવલંબનનો માર્ગ દર્શાવે છે.

આ પાયલોટ પ્રોજેકટનુ સફળ પ્રયોગ મે-જુન 2025 દરમિયાન કર્ણાટક ટપાલ વર્તુળમા થયા બાદ ગુજરાતમા 8 જુલાઇથી 22 જુલાઇ 2025 દરમ્યાન તબકકાવાર અમલીકરણ કરવામા આવ્યુ અંતે સમગ્ર ભારતનાં 23 ટપાલ વર્તુળોમા 4 ઓગસ્ટ 2025 નાં રોજ રોલઆઉટ પુર્ણ થયુ આજે 1.70 લાખથી વધુ ટપાલ કચેરીઓ , મેઇન ઓફિસો તથા વહીવટી એકમો APT પર કાર્યરત છે. ટેકનોલોજી પરીવર્તનની સફળતા કર્મચારીઓ પર આધારીત હોવાથી ઇન્ડિયા પોસ્ટે 4.6 લાખથી વધુ કર્મચારીઓનેTrain - Retrain - Refreshસિધ્ધાંત હેઠળ માસ્ટર ટ્રેનર્સ , યુઝર ચેમ્પિયન્સ અને એન્ડ - યુઝર્સ મારફતે તાલીમ આપી.નવી સિસ્ટમએ પહેલેથી જ પોતાની ક્ષમતા સાબિત કરી છે - એક જ દિવસે 32 લાખ બુકિંગ્સ અને 37 લાખ ડિલીવરીઝ સફળતાપુર્વક સંભાળી.

Advertisement

APTની મુખ્ય વિશેષતાઓ:
1. માઇક્રો-સર્વિસ અને ઓપન અઙઈં આધારિત આર્કિટેકચર
2. એકસમાન યુઝર ઇન્ટરફેસ
3. કલાઉડ-રેડી ડિપ્લોયમેન્ટ
4. બુકિંગથી ડિલીવરી સુધી સંપુર્ણ ડિજીટલ સોલ્યુશન
5. નવી પેઢીની સુવિધાઓ - QR કોડ પેમેન્ટ, OTP આધારીત ડિલીવરી વગેરે
6. ઓપન નેટવર્ક સિસ્ટમ-ગામડા સુધી વિશ્ર્વસનીય કનેકિટવિટી
7. અનોખો 10 અંકનો અલ્ફાન્યુમેરીક DIGIPIN - સચોટ ડિલીવરી માટે
8. સુધારેલ રિપોર્ટીગ અને એનાલિટીકસ

Advertisement
Tags :
Advertisement
Advertisement