રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વેરાવળમાં માર્કેટિંગ યાર્ડ પાસે ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યુ, 25 લાખનો મુદ્દામાલ જપ્ત

11:43 AM Sep 16, 2024 IST | admin
Advertisement

તંત્રની મીઠી નજર હેઠળ ખનીજચોરી થતી હોવાની લોક ચર્ચા

Advertisement

ગીર સોમનાથ જિલ્લામાં કુદરતી સંપદા એવા ખનીજોનું બેફામ રીતે ગેરકાયદેસર પરીવહન થઈ રહ્યું છે. જેની સામે જિલ્લા કલેક્ટરે લાલ આંખ કરી કાર્યવાહી કરવા સૂચના આપતા સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગે આજે સવારે વેરાવળ માર્કેટિંગ યાર્ડ પાસેથી રેતી અને મોરમ ખનીજનું ગેરકાયદેસર પરીવહન કરતાં પાંચ ટ્રેક્ટરોને ઝડપી લઇ આગળ આગળની કાર્યવાહી હાથ ધરતા ખનીજચોરોમાં ફફડાટની લાગણી પ્રસરી છે.

છેલ્લા ઘણા સમયથી વેરાવળ સહિત સમગ્ર જિલ્લામાં તંત્રની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી સાથે ગેરકાયદેસર પરીવહન થતું હોવાની વ્યાપકલોક ચર્ચાઓ ઉઠતા તંત્ર હરકતમાં આવ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક સૂચના આપતા નિંદ્રાદિન અવસ્થામાં રહેલા ખાણ ખનીજ વિભાગે કામગીરી કરવાનો શરૂ કર્યુ છે. જે અંતર્ગત સવારે ભૂસ્તર શાસ્ત્રીની ટીમ દ્વારા વેરાવળ માર્કેટિંગ યાર્ડ પાસે હાઇવે ઉપરથી એક રેતી અને ચાર મોરમ ખનીજ ભરેલા ટ્રેક્ટરોને ગેરકાયદેસર રીતે પરીવહન કરવા બદલ ઝડપી લીધા હતા. આ પાંચેય ટ્રેક્ટર અને ખનીજ મળી કુલ રૂૂ.25 લાખનો મુદ્દા માલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ ખનીજ ક્યાંથી લાવેલ અને ક્યાં જતો હતો તેમજ તેની રોયલ્ટી ભરી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags :
girsomnathgirsomnathnewsgujaratgujarat newstheft
Advertisement
Next Article
Advertisement