ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

DEOએ પરીપત્ર નહીં કરતા ખાનગી શાળાઓમાં નો બેગ ડે અંગે અવઢવ

03:49 PM Jul 05, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટની મોટા ભાગની પ્રાઇવેટ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભારી ભરખમ દફતર સાથે જવું પડયું: સ્થાનિક તંત્રએ સૂચના નહીં આપતા અમલવારી અંગે સંચાલકો અવઢવમાં મુકાયાનો રાગ

 

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરીપત્ર જાહેર કરી અને શનિવારે બેગલેશ ડે જાહેર કરવામાં આવ્યો હતો જેમાં આજે આદેશ બાદના પ્રથમ શનિવારે જ પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ સર્જાયો છે અને રાજયની મોટાભાગની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેગ લઇને બોલાવવામાં આવ્યા હતા.

આ અંગે રાજકોટની કેટલીક શાળાઓએ જણાવ્યું હતુ કે શિક્ષણ વિભાગ દ્વારા શનિવારે નો બેગ ડે જાહેર કરવામાં આવ્યો હતો અને તેનું નોટીફિકેશન પણ જાહેર કરાયું હતું. પરંતુ સ્થાનિક કક્ષાએથી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીપત્ર જાહેર કરવામાં નહીં આવતા શાળા સંચાલકો અવઢવમાં પડી ગયા હતા કે સરકારના નોટીફિકેશનની આ શનિવારથી અમલવારી કરવી કે આગામી શનિવારે અમલવારી કરવાની છે. આ અવઢવના કારણે મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓને બેગ સાથે બોલાવવામાં આવ્યા હતા.

રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ પરીપત્ર નહીં કરતા ખાનગી શાળાઓમાં નો બેગ ડેની અમલવારી થઇ શકી નથી તેવી રાવ સંચાલકોમાં ઉઠી છે. ડીઇઓના પરીપત્રની રાહમાં વિદ્યાર્થીઓનો મરો થયો હતો અને ભારી ભરખમ દફતર ઉપાડી શાળાએ જવું પડયુ હતું. જયારે ખાનગી શાળામાં સરકારના પરીપત્રની અમલવારી સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં આજે બાળકો શાળાએ બેગ લીધા વગર આવ્યાં હતાં અને બેગલેસ દિવસ સાથે સેટરડે જોયડે તરીકે ઉજવણી કરી હતી. આજે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત શાળા નંબર 93 ખાતે બાળકો બેગ લીધા વગર આવ્યા હતા અને તેમણે સેટરડે જોયડે તરીકે ઉજવણી કરી હતી. આજના દિવસે વિદ્યાર્થીઓ શાળામાં યોગ, સંગીત, નૃત્ય, ડાન્સ અને ક્રાફટ જેવી એક્ટિવિટી કરી હતી. બાળકોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને જ્ઞાન સાથે ગમ્મ્ત પ્રાપ્ત કર્યું હતું.

પુસ્તકો શાળામાં રખાવવાની વ્યવસ્થા કરવી જોઇએ: વાલી મંડળ
રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી નયનભાઈ કોઠારી, સહમંત્રી જીતુભાઈ લખતરિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ન્યુ એજ્યુકેશન પોલિસીનો અમલ કરીને રાજ્ય સરકારે આજથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડેની અમલવારી શરૂૂ કરી છે તે ખૂબ જ સારી વાત છે. શનિવારે અન્ય પ્રવૃત્તિઓ કરવાથી વિદ્યાર્થીઓની શારીરિક અને આંતરિક શક્તિઓ બહાર આવશે અને તેથી વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં નવું પ્રકરણ ઉમેરાશે. પરંતુ શકય હોય તો વિદ્યાર્થીઓના પુસ્તકો શાળામાં જ રાખી શકાય તેવી વ્યવસ્થા થાય તો તે વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂૂપ થઈ શકે.

સરકારના ઉદેશ્યને સમજવો જરૂરી, DEOના આદેશની રાહ ન જોવી
સરકારે કરેલા પરિપત્રના ઉદેશ્યને સમજવો અતિ જરૂરી છે. વિદ્યાર્થીઓ પર જે શિક્ષણ અંગે ભાર છે તે ભારને માનસિક રીતે હળવો કરવા સરકારે આદેશ કર્યો છે. આ કાર્ય માટે ડીઇઓના આદેશનો આગ્રહ રાખવાના બદલે છાત્રોના માનસિક તણાવને ધ્યાનમાં રાખવો જરૂરી છે. માત્ર શનિવાર નહીં પરંતુ અઠવાડીયામાં કોઇપણ વાર તમે નો બેગ ડેની અમલવારી કરી શકો છો. સરકારે સગવડતા કરી છે.
ડી.વી. મહેતા, પ્રમુખ
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ

ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીનો ફોન નો-રિપ્લે

શાળાઓમાં શનિવારે નો બેગ ડે જાહેર કરવામાં આવ્યો હતો જેની અમલવારી માટે સ્થાનિક શિક્ષણવિભાગની કચેરી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે નહીં તે અંગે ગુજરાત મિરર દ્વારા ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દિક્ષિત પટેલનો સંપર્ક કરતા તેઓનો ફોન નો-રિપ્લે આવ્યો હતો.

Tags :
gujaratgujarat newsNo Bag Dayprivate schoolrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement