For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો: અઠવાડિયામાં 11 કેસ નોંધાયા

05:01 PM Aug 12, 2024 IST | Bhumika
ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો  અઠવાડિયામાં 11 કેસ નોંધાયા
Advertisement

360 ટીમો દ્વારા 1.22 લાખ ઘરોમાં કરાઇ પોરાનાશક કામગીરી: શરદી-ઉધરસ સહિતનાં વાઇરલ રોગના 2162 દર્દીઓ નોંધાયા

ચાંદીપુરા વાયરસના પગપેસરા વચ્ચે શહેરમાં હવે ધીમેધીમે ડેન્ગ્યુ માંથુ ઉંચકી રહ્યો છે. મનપાના આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન 11 દર્દીઓ ડેન્ગ્યુના ફુંફાડાથી બિમાર પડી સારવારમાં હોવાનું તંત્ર જણાવે છે.
શહેરમાં કેમેય કરીને રોગચાળાને કાબુમાં લેવા મનપાની આરોગ્ય શાખા દ્વારા ઉંધે માથે કામગીરી હાથ ધરાઇ રહી છે. ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા જેવા રોગોના નિયંત્રણ માટેના પ્રયાસોમાં તંત્રએ છેલ્લા સપ્તાહ દરમિયા 360 ટીમો દ્વારા 122022 મકાનોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. ફિલ્ડ વર્કરો દ્વારા 3200 ઘરોમાં ફોંગિંગ કરવામાં આવ્યું છે.

Advertisement

તંત્રએ જાહેર કરેલા અઠવાડીક આંકડામાં તા.5 થી 11 ઓગસ્ટ દરમિયાન ડેન્ગ્યુના 11 કેસ તેમજ મેલેરીયાનો એક કેસ નોંધાયો છે. એ સિવાય શરદી ઉધરસના 1140, સામાન્ય તાવના 678, ઝાડા-ઉલ્ટીના 340, ટાઇફોડના 3, અને કમળાનો એક કેસ નોંધાયો છે.

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 554 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 395 અને કોર્મશીયલ 106 આસામીને નોટીસ આપવામાં આવેલ તથા રૂૂા.49,600/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement