ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટમાં ડેન્ગ્યુની ફરી એન્ટ્રી, 4 કેસ નોંધાયા

05:18 PM Sep 01, 2025 IST | Bhumika
Advertisement

ઘણા સમય બાદ એડીસ મચ્છરોએ દેખા દીધી, મેેલેરિયા અને ચીકનગુનિયાના એક-એક કેસ નોંધાયા

Advertisement

ચોખ્ખા પાણીમાંથી ઉત્પન થતા એડીસ મચ્છરોએ ઘણા સમય બાદ ફરી વખત કાળો કેર વર્તાયો છે. મનપાના આરોગ્ય વિભાગની ડુર ટો ડુર કામગીરી દરમિયાન ડેન્ગ્યુના 4 નવા કેસ તથા ચીકનગુનિયા 1, મેલેરીયા 1, ઝાડા-ઊલ્ટી 136, કમળો 4 અને સામાન્ય શરદી ઉધરસ તાવના 1502 કેસ નોંધાતા મચ્છર ઉત્પતી અને ગંદકી સબબ 505 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

મચ્છર જન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.25/08/2025 થી તા.31/08/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 72,703 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 2058 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્ગ્યું રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 1046 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂવલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 301 અને કોર્મશીયલ 204 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

Tags :
Denguegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement