રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તહેવાર ટાણે જ ડેન્ગ્યુનો ફુંફાડો, નવા 19 કેસ

05:37 PM Aug 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ટાઈફોઈડ-5, મેલેરિયા-1, ઝાડા-ઊલટીના 245 અને શરદી, તાવના 1528 દર્દી નોંધાયા

શહેરમાં સતત વરસાદી ઝાપટા વરસતા એડીસ મચ્છરોએ કાળો કેર વર્તાવ્યો છે. અને એક સાથે 19 ડેંગ્યુના કેસ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નોંધવામાં આવ્યા છે. ડોર ટુ ડોર કામગીરી હાથ ધરી આરોગ્ય વિભાગે 4109 ઘરોમાં ફોગીંગ કરી મચ્છર ઉત્તપતિ સબબ 446 આસામીઓને નોટીસ ફટકારી રૂા. 43 હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.12/08/24 થી તા.18/08/24 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિત ની 360 ટીમો દ્વારા 1,39,933 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 4109 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે.
સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા ળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 446 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 321 અને કોર્મશીયલ 145 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂૂા.43,000/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

Tags :
Denguegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement