ડેન્ગ્યુ-મેલેરિયા હળવા પડ્યા, વાયરલ રોગચાળો અણનમ
તાવ-શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના 1722, કમળાના 3, ટાઇફોઇડના 2, મેલેરિયા-ડેન્ગ્યુના એક-એક કેસ
રાજકોટમાં મિશ્ર ઋતુ વાળા વાતાવરણના કારણે વાયરલ રોગચાળાએ હજૂ પણ અજગરી ભરડો યથાવત રાખ્યો છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી ગંભીર બિમારી હળવા પડી રહ્યા છે. પરંતુ સામાન્ય બિમારીઓના દર્દીઓથી સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાય રહી છે. રાજકોટ આરોગ્ય શાખાના ચોપડી તાવ, શરદી, ઉઘરસ, ઝાડા ઉલ્ટીના 1722, કમળાના ત્રણ, ટાઇફોડના બે અને મેલેરિયા, ડેન્ગ્યુના એક-એક કેસ નોંધાયા છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.04/08/2025 થી તા.10/08/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 87,890 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 2821 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્યુવે રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 761 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂરલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 464 અને કોર્મશીયલ 229 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.