રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ડેન્ગ્યુ ઈફેક્ટ : વોર્ડ-11માં બે બાંધકામ સાઈટ સીલ

04:18 PM Aug 13, 2024 IST | admin
Advertisement

એડિસ મચ્છરો વિરુદ્ધ મનપા દ્વારા કાર્યવાહી, મચ્છર ઉત્પત્તિ સબબ 69 આસામીઓને રૂા. 86,700નો દંડ અને નોટિસ

Advertisement

શહેરમાં ભેજનું પ્રમાણ વધતા એડિસ મચ્છરોએ કાળો કેર વર્તાવ્યો છે. ડેંગ્યુના કેસમાં સતત વધારો થતાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને બાંધકામ સાઈટો કે જ્યાં ચોખ્ખુ પાણી ભરાયેલ હોય છે. ત્યાં મચ્છરોના લારવા ઝડપથી પલકતા હોય આ પ્રકારના 181 સ્થળોએ ચેકીંગ હાથ ધરી જીવરાજપાર્કમાં બે બાંધકામ સાઈટ સીલ કરી 69 આસામીઓને મચ્છર ઉત્પતિ સબબ નોટીસ ફટકારી રૂા. 86,700નો દંડ વસુલવામાં આવ્યો હતો.
દર વર્ષે વરસાદની સિઝન દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયાના કેસ જોવા મળે છે. મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવોકરે છે.

વરસાદની સિઝનમાં આવું વાતાવરણ લાંબા સમય સુધી રહેતું હોવાથી ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે. સામાન્ય રીતે વરસાદ બાદ 14 થી ર0 દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ સ્વયંજાગૃત રહીપોતાના ઘર / એકમોમાં પાણી ભરાતા સ્થળોની સફાઇ કરવી જોઇએ. વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. આ ઈંડામાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તથા પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7 થી 10 દિવસનો સમય લાગે છે.મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુન: ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થયપ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા અને સ્થિર પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્5તિ ઘણી વધી જાય છે.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો (મચ્છરના પોરા) જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનારકે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણાશે. જેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ જરૂૂરી કાર્યવાહી કરવામાં આવશે.

આ કામગીરી સબબ તા.12/08/2024ના રોજ બાંધકામ સહિતની પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્5તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ.આ કામગીરી હેઠળવોર્ડ નં. 11 માં જીવરાજ પાર્ક મુખ્ય માર્ગ 4, આસોપાલવ લક્ષુરીયાની સામેના વિસ્તારમાં આર. જે. રેસીડેન્સી પ્લોટખાતે (1) જયેશભાઇ ભરતભાઇ સોરઠીયા અને (ર) અશ્વિનભાઇ વરમોરાની ચાલુ બાંઘકામ સાઇટમાં મચ્છરના પોરા મળી આવતા નોટીસ આ5વામાં આવેલ. તેમ છતા બીજી મુલાકાત દરમ્યાન મચ્છરના પોરા મળી આવતા બાંઘકામ સાઇટને સીલ કરવામાં આવેલ હતી.

Tags :
DENGYU EFFECTgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement