ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રીબડામાં સરકારી ખરાબાની જમીનમાં ખડકેલી ઠાકરધણી હોટેલનું ડિમોલિશન

11:56 AM Jul 31, 2025 IST | Bhumika
Advertisement

જયરાજસિંહ જાડેજા જૂથે કરાવ્યાના આક્ષેપ: ફરી માહોલ ગરમાવાના એંધાણ

Advertisement

ગોંડલ માં જયરાજસિહ અને રીબડા જુથ વચ્ચેની આગ ઠરવાનું નામ લેતી નથી.રીબડા પાસે સરકારી ખરાબાની જમીન પર ચાલતી ઠાકરધણી હોટલ નાં ડીમોલેશન માટે મામલતદાર દ્વારા નોટીસ બજવતા હોટલ માલિકે સ્વૈછીક દબાણ દુર કરી જયરાજસિહ નાં ઇશારે ડીમોલેશન થયાનો આક્ષેપ કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ રીબડા નાં સ્મશાન સામે સરકારી ખરાબાની સર્વે નંબર 394 પૈકી 5 ની જમીન પર રીબડાના મેહુલ ટોટા તથા ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા ઠાકરધણી નામે હોટલ ખડકી દેવાઇ હોય ગોંડલ મામલતદાર દ્વારા ડીમોલેશન અંગે નોટીસ અપાતા હોટલ માલિક દ્વારા દબાણ સ્વૈછીક રીતે દુર કરાયુ હતુ.

દરમ્યાન મેહુલ ટોટાએ જણાવ્યુ કે રાજકોટ થી ગોંડલ સુધી અનેક દબાણો છે.અનેક ગૌચર ખવાઇ ગયાછે.તે તંત્ર નાં ધ્યાને આવતું નથી.માત્ર અમારી હોટલ માટે ડીમોલેશન કરાયુ છે. હું રાજદીપસિંહ સાથે હોવાનુ કેટલાક લોકોએ જણાવ્યું હોય રાજકીય ઇશારે થઇ રહ્યુ છે. જ્યારે ઘનશ્યામસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો કે જયરાજસિહ નાં ઇશારે ડીમોલેશન થઈ રહ્યુ છે. આમ જયરાજસિહ જુથ અને રીબડા જુથ ની લડાઈ હાલ શિતયુધ્ધ માં ફેરવાઈ છે.

Tags :
Demolitiongujaratgujarat newsRibadaRibada news
Advertisement
Next Article
Advertisement