For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મવડીમાં 1.2 કરોડની જમીન ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન

03:51 PM Mar 02, 2024 IST | Bhumika
મવડીમાં 1 2 કરોડની જમીન ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન
  • ફેબ્રિકેશન દીવાલ સહિતના બાંધકામો દૂર કરી ટીપી રોડ અને આવાસ યોજનાની 200 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા અલગ લગ હેતુ માટે ફાળવવામાં આવેલા કોમર્શીયલ પ્લોટ ઉપરથી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી આજે વોર્ડ નં. 11માં મવડી, અંબીકા ટાઉનશીપ અને બાપા સિતારામ ચોક પાસે આવાસ યોજનાના પ્લોટ ઉપર થયેલા કાચીપાકી દિવાલ તેમજ ફેબીકેશન સહિતના દબાણો દૂર કરી રૂા. 1.20 કરોડની 200 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.

Advertisement

કમિશનર આનંદ પટેલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસરશ્રી એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ તા.02/03/ર0ર4 ના રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અલગ-અલગ અનામત હેતુંના પ્લોટ પર થયેલ ગેરકાયદેસર દબાણ તથા ટી.પી. રોડના એપ્રોચ પરનું અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં 200.00 ચો.મી.ની અંદાજીત 1.20 કરોડ ની જમીન ખુલ્લી કરાવેલ છે.

ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજે વેસ્ટઝોનમાં વોર્ડ નં. 11માં ટીપી સ્કીમ નંબર 26 9 નંબરનો ટીપી એપ્રોચ રોડ જય પાર્ક શેરી નં. 1, અંબીકા ટાઉનશીપ મવડીમાં કાચી-પાકી દિવાલોનું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેવી જ રીતે ટીપી સ્કીમ નં. 21 મવડી ડ્રાફ્ટ એફપી-55, એ આવાસ યોજનાના હેતુ માટે રાકવામાં આવેલ બાપા સિતારામ ચોક હોકર્સઝોન મવડી પાસેના પ્લોટ ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસરફેબ્રીકેશનનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. બન્ને પ્લોટ ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરી રૂા. 1.20 કરોડની 200 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. ઉપરોક્ત કામગીરી ાસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તથા સીટી ઈજનેર તેમજ જગ્યારોકાણ વિભાગનો સ્ટાફ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વીજીલન્સના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement