મોવિયા ચોકડી પાસે લાખોની સરકારી જમીન પર ધમધમતી હોટેલનું ડિમોલિશન
06:01 PM May 02, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
જિલ્લા કલેકટર પ્રભવ જોશીની સૂચનાને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂૂપે પડધરી મામલતદાર કેતન સખીયા દ્વારા મોવિયા ચોકડી નજીક બનેલી એક હોટલનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
મામલતદાર કેતન સખીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે મોવિયા ચોકડી ખાતે આ હોટલ આશરે 300 થી 400 વાર જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હતી. આ જમીનની બજાર કિંમત આશરે 40 લાખ રૂૂપિયા જેટલી થવા જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દબાણને કારણે અવારનવાર વાહનોના અકસ્માતો થતા હતા, જેને ધ્યાનમાં લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. આ મુદ્દો અગાઉ રોડ સેફટીની બેઠકમાં પણ ચર્ચવામાં આવ્યો હતો.