નવાગામ આણંદપર સરકારી જમીનમાં ખડકી દેવાયેલ 500 વારના મકાનનું ડિમોલિશન
તાલુકા મામલતદાર સહિતનો કાફલો ત્રાટકયો: એક કરોડની જમીન ખુલ્લી કરાવી
રાજકોટ શહેર જિલ્લામાં સરકારી જમીન પર થયેલા આડેધડ દબાણો સામે તંત્ર દ્વારા મોટાપાયે ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ તાલુકા માલમતદારે નવાગામ આણંદપર ગામે આવેલ સરકારી કિંમતી પ્લોટમાં ખડકી દેવાયેલ મકાન પર બુલડોઝર ફેરવી દઈ એક કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.
જિલ્લા કલેટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદાર મકવાણા નાયબ મામલતદાર કિરીટસિંહ ઝાલા, રઘુવીરસિંહ વાઘેલા સહિતનો સ્ટાફ પીજીવીસીએલ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે નવાગામ આણંદપર ખાતે ત્રાટકયો હતો અને સર્વે નંબર 207 પૈકીની સરકારી જમીન પર તૈયાર કરવામાં આવેલ પાકા મકાન પર બુલડોઝર ફેરવી દઈ મકાન જમીનદોસ્ત કરી દીધું હતું.
તાલુકા મામલતદારે સરકારી જમીનમાં 500 ચો.મી.પર દબાણ કરી પાકુ મકાનની પેશકદમી કરવામાં આવી હતી. જે અંગે દબાણકર્તાને નોટિસ ફટકારી તેની સામે સુનાવણી હાથ ધર્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ડિમોલીશન કરવામાં આવ્યું હતું અને એક કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.