ગેરકાયદેસર ખડકાયેલા 37 મકાન-ઝૂંપડાઓનું ડિમોલિશન
તાજેતરમાં બ્લાસ્ટ થયેલ તે જલારામ બેકરી અને રાજુ ફૂડ ઝોન, ફૌજી રેસ્ટોરન્ટને લાગ્યા સીલ
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ કોમામાં સરી ગયેલ મહાનગરપાલિકામાં ફરી જીવ આવ્યો હોય તેમ એક પછી એક વિભાગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામોનું ડીમોલેશન કામ ચાલુ કરી એક સાથે ત્રણ વોર્ડમાં 37 મકાન-ઝુપડાઓ તોડી પાડી ગેરકાયદેસર જગ્યા ઉપર ધમધમતા અને તાજેતરમાં બ્લાસ્ટ થયેલ તે જલારામ બેકરી સહિતના ત્રણ ખાણી પીણીના એકમો સીલ કર્યા હતાં.
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજે સવારથી ડિમોલેશન અને સીલીંગ કામગીરી હાથ ધરી વોર્ડ નં. 3 માં રેલનગર ટીપી સ્કીમ નં. 23, એફપી નં. 24, હેતુની જમીનમાં થયેલ 20 ચો.મી.નું ગેરકાયદેસર રૂમનું દબાણ તેમજ સંતોષી ફાટકથી મેઈન રોડ ઉપર 24 મીટરના ટીપી રોડના 6 મકાનોના દબાણ ઉપર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવેલ તેમજ પરસાણા નગર વિસ્તારમાં સાર્વજનિક પ્લોટ ઉપર ખડકાયેલા 27 ઝુપડાઓ ઉપર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જ્યારે વોર્ડ નં. 2માં એકજાનનગર સોસાયટી પ્લોટ નં. 109 એરપોર્ટ રોડ ઉપર 30 ચો.મી. જગ્યા ઉપર થયેલ ગેરકાયદેસર બે રૂમનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. તેમજ વોર્ડ નં. 7 માં પંચનાથ મંદિરની સામે પંચનાથ ટીના નામે પાર્કિંગની જગ્યામાં થયેલ દિવાલનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવેલ આજે 3 વોર્ડમાં અલગ અલગ સ્થળ ઉપર થયેલાા 37 મકાનો તેમજ ઝુપડાનું દબાણ દૂર કરી મહાનગરપાલિસકાએ સાર્વજનિક પ્લોટની તેમજ માર્જીનની જગ્યા ખુલ્લીકરાવી હતી.
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની સાથો સાથ સુચીતની જગ્યા ઉપરતેમજ મંજુરી વગર કરવામાં આવેલા બાંધકામો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે અંતર્ગત આજે વોર્ડ નં. 3 માં ગાયકવાડી મેઈન રોડ જંક્શન પ્લોટમાં આવેલ રાજુ ફૂટકોર્ટનું ગેરકાયદેસર બાંધકામ સીલ કરી સીંધી કોલોનીમાં આવેલ જલારામ બેંકરીનું ગેરકાયદેસર બાંધકામ પણ સીલ કરવામાં આવ્યું હતું. તેમજ વોર્ડ નં. 2 માં નહેરુનગર મેઈન રોડ ઉપર ફૌજી રેેસ્ટોરન્ટ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરેલું હોવાનું ધ્યાનમાં આવતાફૌજી રેસ્ટોરન્ટ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આજની ડીમોલેશનની કામગીરી મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ સાહેબની સૂચના અનુસાર તથા એડી.સીટી એન્જીનીયર શ્રી એ.એ.રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.05/10/2024 ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમા નીચે મુજબની ડીમોલેશન તથા સીલની કામગીરી કરેલ છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, ફાયર શાખા તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.