ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વોર્ડ નં. 17માં ગાર્ડનમાં ખડકાયેલ 3 ઓરડીનું ડિમોલિશન

06:10 PM Jan 21, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મનપાની માલિકીની રૂા.3 લાખની 50 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ

Advertisement

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ટીપી સ્કીમ તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત મળવા પાત્ર પ્લોટ કે જે અલગ અલગ હેતુ માટે ફાળવવામાં આવેલા હોય છે. તેના પર વર્ષોથી દબાણો થઈ ગયેલા હોય સરકારની સુચના મુજબ પ્લોટ કાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં દર બે દિવસે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત વોર્ડ નં. 17 માં ગાર્ડનના હેતુ માટે ફાળવવામાં આવેલા પ્લોટ ઉપર ગેરકાયદેસર થઈ ગયેલ ત્રણ ઓરડીના દબાણો તોડી પાડી રૂા. 3 લાખની કિંમતની 50 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી.

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા અગાઉ તૈયાર થયેલ લિસ્ટ મુજબ સવારથી ડિમોલીશનની કામગીરી માટે કાફલો રવાના થયો હતો. જેમાં વોર્ડ નં. 17 માં અનામત પ્લોટ નં. 51 ગાર્ડન હેતુ માટે ફાળવવામાં આવેલા પતરાની ત્રણ ઓરડીના દબાણો કે જેને અગાઉ નોટીસ આપવામાં આવેલ છતાં આજ સુધી દબામો દૂર ન થતાં આ ઓરડીઓ તોડી પાડવામાં આવી હતી. જેના લીધે મહાનગરપાલિકાની અનામત પ્લોટની રૂા. 3 લાખની 50 ચો.મી. જમીન ખુલ્લી થઈ હતી.

મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાના આદેશ અનુસાર તથા એડી.સીટી એન્જીનીયરશ્રી, એ.એ.રાવલના માર્ગદર્શન હેઠળ આજરોજ તા.21/1/2025નાં રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલ વોર્ડ નં.17 માં અનામત પ્લોટ નં.51માં થયેલ ગેરકાયદેસર પતરા વાળી ઓરડીનું દબાણ દુર કરવામાટે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેનીવિગત નીચે મુજબ છે. આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (સેન્ટ્રલઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ હતો.

Tags :
Demolitiongujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement