મવડી-મોટામવામાં ડિમોલિશન, 42 કરોડની જમીન ખુલ્લી
વોર્ડ નં.11માં ટીપી સ્કીમ નં.24 અને 28માં થયેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફર્યુ
રાજ્ય સરકારની સૂચના બાદ મહાનગરપાલિકાની ટાઉનપ્લાનીંગ વિભાગ દ્વારા રિઝરવેશન પ્લોટ ખાલી કરવાની ઝૂંબશે શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજ રોજ વોર્ડ નં.11માં ટીપી સ્કીમ નં.24 મોટામાવા અને ટીપી સ્કીમ નં.28 મવડીમાં વણજિય વેચાણના અને ટીપી રોડની જગ્યા ઉપર થયેલા ગેરકાયદેસર કમ્પાઉન્ટ વોર્ડ તેમજ કાચા-પાકા મકાનોનું ડિમોલેશન કરી 5305 ચો.મી.જગ્યા ખૂલી કરવાઇ હતી. જેની અંદાજીત કિમત રૂા.42.44 કરોડ થતી હોવાનુ ટીપી વિભાગે જણાવ્યું હતું.
મનપાના ટાઉનપ્લાનીંગ વિભાગ દ્વારા ઓફીસર એમ.ડી.સાગઠીયા માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર દબાણો દૂર કરી મહાનગરપાલિકાના પ્લોટ ખાલી કરવવા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ વેસ્ટ ઝોન વોર્ડ નં.11માં ટીપી સ્કીમ નં.24 મોટામવા 18 મીટરનુ ટીપી રોડ બનાવવા માટેની જગ્યા ઉપર થઇ ગયેલા કમ્પાઉન્ટ વોર્ડ સહિતના દબાણો તોડી પડવામાં આવ્યા હતા. તેવી જ રીતે ભીમનગર પાછળ થયેલા ગેરકયાદેસર બાંધકામો ઉપર બુલડોઝર ેફેરવી દેવામાં આવ્યું હતું. તેમજ વોર્ડ નં.11માં ટીપી સ્કીમ નં.28 મવડી અંતિમ ખંડ નં.37એ વણીજય વેચાણના હેતુ માટે રાખવામાં આવેલ ફરસાણ ચોક પાસેના 150 રીંગ રોડ નજીકના પ્લોટ ઉપર થયેલા કપાઉન્ટવોલ તેમજ કાચા-પાકા મકાનો અને દીવાલ સહીતના ગેરકયાદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંન્ને સ્થળે દબાણો હટવતા કુલ 5305 ચો.મી. જગ્યા ખૂલી થઇ હતી. જેની અંદાજીત કિમંત 42.44 કરોડ થવા જાય છે.
ડિમોલીશનની કામગીરી ટાઉન પ્લાનીંગ શાખાનાં તમામ આસી.ટાઉન પ્લાનર, આસી.એન્જીનીયર, એડી.આસી.એન્જીનીયર, સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિજિલેન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.