ધોરાજીમાં કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટરના બિલ્ડિંગને બનતું રોકવા માગણી
લત્તાવાસીઓએ પ્રાંત અધિકારીને આપ્યું આવેદન
ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તાર મા જ કચરા અને પેકેજીંગ સેન્ટર કામ તાત્કાલિક ધોરણે કામગીરીઓ બંધ કરવામા આવે તેને પગલે સ્થાનિક લોકોએ આવેદનપત્ર પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.
ધોરાજી ના વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર છ અને ચમાલીપા અને ફુલવાડી તેમજ દરબારીવાડ વિસ્તાર નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તાર મા જ હાલ કચરા કલેક્શન સેન્ટર અને પેકેજીંગ સેન્ટર ની બિલ્ડીંગ તૈયાર કરવામા આવી રહયુ છે ત્યારે આ વિસ્તાર મા છ હજાર થી વધારે લોકો ના દરેક ધર્મ ના લોકો અને ધાર્મિક સ્થળો આવેલ છે અને આ જ વિસ્તાર મા નગરપાલિકા તંત્ર દ્વારા પેકેજીંગ સેન્ટર અને કચરા કલેક્શન સેન્ટર બનાવાનુ બિલ્ડીંગ બનાવા આવી રહયુ છે .
જેને લઈ ને સ્થાનિક લોકોએ થોડાક સમય અગાઉ બિલ્ડીંગ બનાવાતુ તેનો વિરોધ પ્રદર્શન કરેલ પણ નિંભર તંત્ર કોઈ યોગ્ય કામગીરી કરી નથી અને કચરા કલેક્શન અને પેકેજીંગ સેન્ટર નુ બિલ્ડીંગ બનાવાનુ કામ હાલ પણ ચાલુ રખાયુ છે જેને લઈ ને કાલે પણ વિરોધ સ્થાનિક લોકો એ કરેલ અને હજુ પણ વિરોધ ચાલુ રખાયો છે જેને લઈ ને આજરોજ વોર્ડ એક અને ચમાલીપા અને ફુલવાડી તેમજ દરબારીવાડ વિસ્તાર ના રહીશોએ એકત્રિત થઈ ને ધોરાજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવેલ અને નગરપાલિકા તંત્ર જે કચરા કલેક્શન અને પેકેજીંગ સેન્ટર નુ બિલ્ડીંગ બનાવામા આવેલ છે તેની જગ્યાએ આંગણવાડી અને હોસ્પિટલ તથા અન્ય લોકો ને નડતર ન થાય તેવુ બિલ્ડીંગ બનાવાય તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન પણ કરેલ અને જવાબદાર અધિકારી ને આવેદનપત્ર પણ પાઠવેલ અને જો હજુ આ કામગીરી બંધ કરવામા નહી આવે તો જલદ આંદોલન પણ કરવામા આવશે તેમ જ ઉચ્ચ કોર્ટ ના દરવાજા ખખડામા પડશે તેવી ચીમકી ઉચારવામા આવેલ.