ભાજપના રાષ્ટ્રીય નેતાઓના મુખવટા પહેરી લાડલા ભાઇ યોજના ગુજરાતમાં શરૂ કરવા માંગ
તાજેતરમાં મહારાષ્ટ્રની ભાજપ સમર્થિત સરકારે જે "લાડલા ભાઈ” અને "લાડલી બહેન” યોજનાની મહારાષ્ટ્રમા જાહેરાત કરી છે કે, શિક્ષિત યુવાનોને તેમની શૈક્ષણિક લાયકાત અનુસાર સરકાર દ્વારા 6000, 8000 અથવા 10000 નું અને શિક્ષિત યુવતીઓને આમ 6000 થી 15000 સુધીની નાણાકીય સહાય દર મહિને આપવામા આવશે. જે નિર્ણય મહારાષ્ટ્રના યુવાનો - વિદ્યાર્થીઓ માટે ખુબ સારો કહી શકાય, પરંતુ જ્યારે વાત ગુજરાતના યુવાનોની આવે ત્યારે આજ ભાજપ સરકાર આવી યોજનાઓને મફત રેવડી નુ નામ આપીને જવા દે છે.ગુજરાતના તમામ યુવાનો- યુવતીઓ વતી અમારી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ - સીવાયએસએસ પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી સહીતનાની માંગ છે કે, ગુજરાતના શિક્ષિત યુવાનોને પણ દર મહિને આ પ્રકારની સહાય આપવામાં આવે, તેવી તાત્કાલિક ધોરણે યોજના જાહેર કરી અને અમલમાં મૂકવામાં આવે. જો આમ નહીં કરવામા આવે તો, હવે ગુજરાતના યુવાનો અને તેમના વાલીઓ એવું માનશે કે આટલા વર્ષ થયા જનતા વોટ આપ્યા તેમ છતા, ગુજરાત માટે મોદી સરકારનું વલણ ઘરના છોકરા ઘટી ચાટે, પાડોશીને આટા" જેવું છે અને ગુજરાત સરકાર ગુજરાતના યુવાનો માટે અસંવેદનશીલ છે. તેવી માંગ સાથે વિદ્યાર્થી નેતાઓએ ભાજપના રાષ્ટ્રીય નેતાઓના મુખવટા પહેરી બહુમાળી ભવન ચોક ખાતે પત્રિકા વિતરણ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.