For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોઠારિયાથી લોઠડા જીઆઈડીસી સુધી સિટી બસ દોડાવવા માગણી

04:23 PM Aug 12, 2024 IST | admin
કોઠારિયાથી લોઠડા જીઆઈડીસી સુધી સિટી બસ દોડાવવા માગણી
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

વોર્ડ-17માં યોજાયેલ મેયર તમારા દ્વારે લોકદરબારમાં જાગૃતોની માગણી : જુદા જુદા વિભાગને લગતા 40 પ્રશ્ર્નો થયા રજૂ : કાલે સવારે 9થી 11 દરમિયાન વોર્ડ નં. 18માં લોકદરબાર

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ મેયરશ્રી તમારા દ્વારે(લોક દરબાર)નું તા.22/07/2024 થી તા.13/08/2024 દરમ્યાન વોર્ડવાઈઝ સવારે 09:00 થી 11:00 કલાક સુધી આયોજન કરેલ છે. આ લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ન અને ફરિયાદનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવે છે. જે અંતર્ગત આજે સોમવારે સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.17માં વોર્ડ ઓફીસ, ગોપાલવાડીની બાજુમાં, સહકાર મેઈન રોડ, રાજકોટ ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.

આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, 70 વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, ,વોર્ડ નં.17ના કોર્પોરેટર વિનુભાઈ ઘવા, કીર્તિબા રાણા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, મેનેજર કૌશિક ઉનાવા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, સીટી એન્જીનીયર અતુલ રાવલ, રોશની શાખાના સીટી એન્જીનીયર બી.ડી.જીવાણી, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો. લલિત વાજા, એન્ક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ આરોગ્ય અધિકારી ડો. હાર્દિક મેતા, વોર્ડ એન્જીનીયર મહેશ રાઠોડ, વોર્ડ ઓફિસર રાજેશ ચત્રભુજ, વોર્ડ પ્રભારી જેન્તીબેન નોંધણવદરા, વોર્ડ પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી અજયભાઈ જાદવ, રાજુભાઇ નોંધણવદરા, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તથા વોર્ડ નં.17ના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

Advertisement

આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.17ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-40 રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્રશ્નોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરશે લોક દરબારમાં રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગ વાઈઝ રજુ થયેલા પ્રશ્નોમાં 1. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ 5, 2.બાંધકામ 8, 3. ટી.પી. 4 , 4. આરોગ્ય 1, 5. દબાણ હટાવ 1, 6. ગાર્ડન 3, 7. ફાયર શાખા 1, 8. વોટર વર્કસ 4, 9. વેરા વસુલાત 3, 10. મેલેરિયા 1, 11. અન્ય વિભાગ 1 , 12. માર્કેટ શાખા 1, 13. ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ 3 , 14. ડ્રેનેજ 2, 15. ચુંટણી વિભાગ 1 , 16. રોશની 1 પ્રશ્ર્નો રજૂ થયા હતાં.

કોઠારિયા ચોકડી નજીકના પુલનું સમારકામ કરાવો
વોર્ડ નં.17માં યોજાયેલ તમારા દ્વારે લોક દરબારમાં વોર્ડ નં.17ના નાગરિકો દ્વારા સહકારનગર મેઈન રોડ પર સાઈન બોર્ડ લગાવવા બાબત, કોઠારીયાથી લોઠડા જી.આઈ.ડી.સી. સુધી સીટી બસનો રૂૂટ લંબાવવા બાબત, કોઠારીયા ચોકડી ખાતે ડીમોલિશન કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા બાબત, કોઠારીયા ચોકડી ખાતે આવેલ પૂલનું સમારકામ કરવા બાબત, સહકાર મેઈન રોડ પર તથા સિંદૂરીયા ખાણ પાસે નિયમિત સફાઈ કરવા બાબત, સહકાર મેઈન રોડ પર નિયમિત ફોગિંગ કરવા બાબત, સહકાર મેઈન રોડ પર આવેલ ખાલી પ્લોટમાં ગાર્ડન બનાવવા બાબત, ન્યુ મેઘાણી શેરી નં.6માં સફાઈ નિયમિત કરવા બાબત, હસનવાડીમાં સોમવાર અને ગુરુવારે ભરાતી બજારના લીધે ટ્રાફિક અને ગંદકીનું સામનો કરવો પડે છે, સહકારનગર-3માં વૃક્ષ કાપેલી ડાળીઓ ભરી જવા, અનિયમિત પાણી આવે છે, પાણીનો ફોર્સ ઓછો આવે છે, હરિધવા રોડ પર આવેલ વિસ્તારમાં સફાઈ કામદારની સંખ્યા વધારવા બાબત, વાલકેશ્વર શેરી નં.8માં પીવાના પાણીમાં ગંદુ પાણી આવે છે, બાબત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થઈ હતી. આવતીકાલ તા.13/08/2024, શુક્રવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.18માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.18-બ, 4-ખોડલધામ સોસાયટી, સ્વાતિ પાર્ક, 80 ફૂટ રોડ, રાજકોટ ખાતેમેયરશ્રી તમારા દ્વારે લોકદરબાર કાર્યક્રમ યોજાનાર હોવાનું તંત્રએ જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement