For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તેલીબિયાંની ખરીદીમાં ભાવાંતર યોજના લાગુ કરવા માંગ

05:32 PM Aug 06, 2024 IST | Bhumika
તેલીબિયાંની ખરીદીમાં ભાવાંતર યોજના લાગુ કરવા માંગ
Advertisement

આપણો દેશ ખાદ્યતેલ ક્ષેત્રે ઘણા પાછળ છે તે પ્રતિ વર્ષ આપણે આપણી કુલ જરૂરીયાતના 65 ટકા ખાદ્યતેલ આયાત કરીએ છીએ. જુલાઇ 2024 માસમાં આપણે ઓલ ટાઇમ હાઇ 18.47 લાખ એન.ટી. ખાદ્યતેલની આયાત કરેલ છે. આ રીતે જો આયાત થતી રહેશે તો આપણે પ્રતિ વર્ષ 200 લાખ ટન જેટલું ખાદ્યતેલ આયાત કરતા હોઇશું.

આ મોસમમાં મગફળી અને સોયાબીન જેવા તેલીબીયાનું બહુ સારૂ ખરીફ વાવેતર થયું છે. તે ઉપરાંત આપણી પાસે મસ્ટર્ડ (હાઇડો)ઓ સોયાબીન સીડનો માતબર જથ્થો વધારે છે તેવા સંજોગોમાં સરકાર નક્કર પગલા ભરે તો આ આયાતમાં કાપ મુકી શકાય તેમ છે.

Advertisement

કેન્દ્ર સરકારે વિવિધ તેલીબીયાના પાસો પર એનએસપીમાં સારો એવો વધારો કર્યો છે. જે ખેડુતો માટે ખુબ જરૂરી છે. પરંતુ ખેડુતો પાસેથી ટેકાના ભાવે તેલીબીયાની ખરીદી કરવા કરતા ભાવાંતર યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક રહેશે. આપ જયારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે તમારા રાજય પુરતી આપે આ યોજના મુકી હતી. જેનો બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો.

વિવિધ સરકારી એજન્સીઓ જો તેલીબીયાના ટેકાના ભાવે ખરીદ કરે તો તેઓ બહુ બહુ તો 25 ટકા જેટલો માલ ખરીદી શકે. બાકીનો 75 ટકા માલ તો ખુલ્લી બજારમાં નીચા ભાવે જ કદાચ વેંચાય તદઉપરાંત સરકારી એજન્સીઓ પાંચ છ માસ બાદ જયારે ખુલ્લી બજારમાં વેંચવા કાઢે ત્યારે તેમની વેંચવાલી તેમજ ખેડુતોની વેંચવાલી સાથે આવતા ભાવો વધુ નીચા જાય.

તેના કરતા જો ભાવાંતર યોજના અમલમાં આવે તો ખેડુતોને લગભગ પુરા ઉત્પાદન પર એમએસએફનો લાભ મળે. તેલીબીયાનું ઉત્પાદન કરતા યુનિટોને નીચા ભાવે માલ મળતા તેમાંથી ઉત્પન્ન થતું ખાદ્યતેલ સસ્તા આયાતી તેઓની સાથે હરીફાઇ સરળતાથી કરી શકે.ખરીફ તેલીબીયા પાકોને તૈયાર થવામાં હવે માત્ર દોઢથી બે માસનો જ સમય વચ્યો છે જેથી ત્વરીત નિર્ણય લેવો આવશ્યક છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement