રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીની 43 ખાલી જગ્યાઓ ભરવાની માંગ
સોમનાથના ધારાસભ્યએ વિધાનસભા સત્રમાં ઉઠાવ્યા સવાલો
સોમનાથના ધારાસભ્ય દ્વારા વિધાનસભા સત્રમાં તા.31/01/2025 ની સ્થિતિએ રાજયમાં તાલુકા વિકાસ અધિકારીની કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટલી જગ્યાઑ ભરાયેલ છે તથા ખાલી જગ્યાઓ ક્યાં સુધીમાં ભરવાનું આયોજન છે તે પ્રશ્ન પુછવામાં આવેલ હતો.
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વિધાનસભા સત્રમાં તા.31/01/2025 ની સ્થિતિએ રાજયમાં તાલુકા વિકાસ અધિકારીની કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટલી જગ્યાઓ ભરાયેલ છે અને કેટલી જગ્યાઓ ખાલી છે અને ખાલી જગ્યાઓ ક્યાં સુધીમાં ભરવાનું આયોજન છે, તેવા પ્રશ્ન પૂછાવામાં આવતા મંત્રી દ્વારા જણાવેલ કે તા.31/01/2025 ની સ્થિતિએ રાજયમાં તાલુકા વિકાસ અધિકારીની 43 જગ્યાઓ ખાલી છે, અને 205 જગ્યાઓ ભરાયેલ છે, અને 43 જગ્યાઓ ખાલી છે, અને વહીવટી અનુકુળતાએ ભરવામાં આવશે, જ્યારે વિમલભાઈ જણાવેલ કે 43 જગ્યાઓ ખાલી છે જે આજ સુધી ન ભરવાનું કારણ શું અને ગીર સોમનાથ જિલ્લાના તાલાળા, સુત્રાપાડા અને વેરાવળ સોમનાથ તાલુકા વિકાસ અધિકારીની જગ્યાઓ ખાલી હોય તેવામાં સરકાર દ્વારા ચૂંટણીઓ આવે ત્યારે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ દાદાના દર્શન કરી પ્રચારના શ્રીગણેશ કરતાં હોય પરંતુ વિમલભાઈ ચુડાસમા કોંગ્રેસ પક્ષમાથી આવતા હોય જેથી ભેદભાવ જેવી રાજનીતિ કરતાં હોય જ્યારે તાલુકા પંચાયતના કામ માટે આજુબાજુના ગામડાઓના લોકો કામ માટે આવતા હોય છે જે કેટલા સમયથી ધકા ખાતા હોય 43 તાલુકાનાં લોકો પરેશાન છે. આમ વિમલભાઈ ચુડાસમએ વિધાનસભામાં પ્રશ્ન દ્વારા જણાવેલ કે રાજયમાં ખાલી પડેલ તાલુકા વિકાસ અધિકારીઓની જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવામાં આવે જેથી લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ તથા પ્રશ્નનો નિકાલ થાય તેમ સરકારના વિધાનસભામાં જણાવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.