પૂરગ્રસ્ત ઘેડમાં લીલો દૂષ્કાળ જાહેર કરવા માગણી
સાત તાલુકામાં એક લાખ હેક્ટર જમીનનું ધોવાણ, ખાસ પેકેજ આપવા કિસાન કોંગ્રેસની રજૂઆત
ગુજરાત કોંગ્રેસ કિસાનના ચેરમેન પાલભાઈ આંબલિયાએ જુનાગઢ-પોરબંદરના ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નો તાત્કાલિક નિરાકરણ લાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં પોરબંદર જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા અને પાક નુકશાનીના ફોર્મ ભોળા ખેડૂતો સાથે જબરદસ્તી કરી બિન પિયતના જ ફરજીયાત ફોર્મ ભરાવ્યાં તેની જગ્યાએ પિયતના ફોર્મ ભરવાનો અલગથી સમય આપવા બાબત જેવા પ્રશ્નોનો સમાવેશ છે.
જુનાગઢ જિલ્લાના 4 અને પોરબંદર જિલ્લાનાના 3 એમ કુલ 7 તાલુકાના 80 થી 90 ગામોના અંદાજે 2 લાખ 50 હજાર વસ્તી અને અંદાજે 1 લાખ હેકટર ખેતી લાયક જમીન ધરાવતો ઘેડ પંથકથી ઓળખાય છે. જેમાંથી ભાદર, વેણુ, મીણસાર, ઊબેણ, ઓઝાત સાબરી, ટીલોરી, મઘુવંતી, છિપ્રાળી નદીઓ પસાર થાય છે અને ઘેડ પંથકમાં આ નદીઓ દર વર્ષે કાળો કેર વર્તાવે છે.
અગાઉ 1992 પહેલા જેમ સરકાર દ્વારા રચિત નસ્ત્રઘેડ વિકાસ સમિતિસ્ત્રસ્ત્ર કામ કરતી હતી તેમ અમારા આખા ઘેડ વિસ્તારમાં દર વર્ષની સમસ્યાના સમાધાન માટે રાજ્ય સરકાર દ્વારા ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે, ઘેડ વિકાસ નિગમમાં દર વર્ષે અલાયદું ફંડ બજેટમાં ફાળવવામાં આવે. તેના માધ્યમથી ઘેડના આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવે.
ઘેડ વિસ્તારના આ અનેક પ્રશ્નો અલગ અલગ નદીઓના કારણે થાય છે એટલે અમારો આ કાયમીનો પ્રાણ પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં આવે .ચાલુ વર્ષે થયેલા અતિભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં થયેલ પાક નુકશાની, જમીન ધોવાણ સહિતના નુકશાન પેટે જઉછઋ મુજબ નહીં પણ માત્ર ઘેડ વિસ્તાર માટે જ અલગથી 1000 કરોડનું રાહત પેકેજ આપવામાં આવે. (અગાઉ રાજ્ય સરકારે અમરેલીમાં 2015 માં જમીન ધોવાણ પેટે પ્રતિ હેકટર રૂૂપિયા 60 હજાર રૂૂપિયા આપવામાં આવ્યા હતા તે પરિપત્ર આ સાથે સામેલ છે.
ચાલુ વર્ષે કુતિયાણા તાલુકામાં 149%, રાણાવાવ તાલુકામાં 183%, પોરબંદર તાલુકામાં 211% એમ પોરબંદર જિલ્લામાં સરેરાશ 180% વરસાદ રાજ્ય સરકારના ચોપડે નોંધાયો છે. ત્યારે પોરબંદર જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.રાજ્ય અને કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગકારોની અણ આવડતના કારણે નિષ્ફળ ગયા હોય તેવા ઉદ્યોગપતિઓના 14 લાખ 56 હજાર કરોડ માફ કર્યા, 24 લાખ 95 હજાર કરોડ રાઈટ ઓફ કર્યા, 10 વર્ષમાં કોર્પોરેટ ટેક્ષ 10% ઘટાડી દર વર્ષે અંદાજે 4 લાખ કરોડની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાયદો કર્યો છે. ત્યારે ચાલુ વર્ષે થયેલ અતિવૃષ્ટિના કારણે અમારા પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે એટલા માટે ચાલુ વર્ષનું પાક ધિરાણ ભરવા માટે સક્ષમ ન હોવાથી પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા માગ કરાઈ છે.