રાજકુમાર જાટ મોત મામલે મૃતકના પિતાનો પણ નાર્કોટેસ્ટ કરાવવા માંગ
રાજકુમાર જાટ મોત કેસમાં નવો વળાંક આવ્યો છે. બે દિવસ પહેલા રાજકોટ કોર્ટે આ કેસમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની મંજૂરી આપી છે. આ નિર્ણયને ગણેશ ગોંડલના સમર્થકોએ સ્વાગત કર્યું છે પરંતુ રાજકુમારના પિતા રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ કરાવવા માંગ કરી છે.
ગણેશના સમર્થકોએ ગણેશભાઈ તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈના નારા લગાવ્યા હતા.રવિરાજસિંહ નામના યુવાને જણાવ્યું હતું કે, ગોંડલને બદનામ કરવા ચોક્કસ પ્રોપોગેન્ડા સાથે અને ગણેશભાઈની ઈમેજ ખરાબ કરવા માટે જે ભાઈ રતનલાલ જાટને ગેરમાર્ગે દોરી નિમિત બનાવે છે. આ ખૂબ જ દુખની વાત છે. ગણેશભાઈના નાર્કો ટેસ્ટના નિર્ણયને અમે ગોંડલની અઢારેય વરણની જનતા આવકારીએ છીએ. અમે પૂરી રીતે ગણેશભાઈ સાથે છીએ. અમારી સરકારને વિનંતી છે કે ગણેશભાઈ સામે ચાલીને નાર્કો ટેસ્ટ માટે તૈયાર થયા છે તેમ રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થાય તેવી અમારી ગોંડલની જનતાની માંગ છે.