રાજુલા શહેર-પંથકમાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા માંગ
છાને ખુણે વેચાતા ચાઈનીઝ ફટાકડાનું વેચાણ પણ બંધ કરાવવા માંગ
દિવાળી તહેવાર નજીક મા છે જેમા દિવાળી ઉજવણી ભાંગ રૃપે ફટાકડા ફોડી ને આ ઉજવણી કરાય છે શહેર તેમજ ગામે ગામ સ્ટોલ ઉભા થાય છે જેમાં અગાઉથી જ ચાઇનીઝ દેવી દેવતા ઓ ફોટાવાળા લક્ષ્મી બોમ્ ફટાકડા વેચાણ થાય છે જે પ્રતિબંધ કરવામાં આવે તેવી પૂર્વ પ્રમુખ બજરંગદળ ચિરાગ બી જોષી રાજુલા દ્વારા તથા સનાતની ભક્તો દ્વારા માંગણી ઉઠવા પામી છે અને રજુઆત કરવામાં આવી છે દેશમાં ધણાં શહેરમાં પ્રદુષણ ખૂબ વધી ગયું છે ચાઇનીઝ ફટાકડા થી ખૂબ જ પ્રદુષણ વધી રહેવા પામેલા છે દરવર્ષે રાજ્ય માં દેવતા ફોટા ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ કરવામાં આવે છે.
જે આ વર્ષે પણ પ્રતિબંધ મૂકવા માંગણી ઉઠવા પામી છે રાજુલા ના પુર્વ પ્રમુખ બજરંગદળ ચિરાગ બી જોષી દ્વારા જણાવાયું કે ચાઇનીઝ ફટાકડા થી પ્રદુષણ વધી ગયું છે લક્ષ્મી બોમ્ કૃષ્ણ બોમ્ દેવતા ફોટા વાળા ફટાકડા થી હિન્દુ ધર્મ લાગણી દુભાય છે. દર વર્ષે ની જેમ આ વર્ષે પણ પ્રતિબંધ કરવામાં માંગણી ઉઠવા પામેલ છે તેમજ લોકો ને પણ ચાઇનીઝ ફટાકડા ન ખરીદવા કે ન ફોડવા અપિલ કરેલ છે.