બકરી ઇદ નિમિત્તે કુરબાની માટે કાયદેસર પશુઓ લઇ જતા મુસ્લિમ લોકોને પરેશાન ન કરવા માંગ
પરિપત્ર બહાર પાડવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મુસ્લિમ સમાજના યુવા અગ્રણી અફઝલભાઇ મહેતરની રજૂઆત
આગામી તા 07/06/2025 શનીવારના રોજ સમગ્ર ભારત મા ઈદ ઉલ અઝહા (બકરી ઇદ) નો તહેવાર આવી રહ્યો છે, જેના અનુ સાંધાને રાજકોટ મુસ્લિમ સમાજ યુવા અગ્રણી અફઝલભાઈ મહેતર એ ગુજરાતના ગૃહ મંત્રી, હર્ષ સંઘવીને પત્ર પાઠવી કરી રજૂઆત કરી હતી. રજૂઆતમાં અફઝલભાઈ મહેતર જણાવ્યું છે કે દેશ ના બંધારણ પ્રમાણે દરેક ધર્મના લોકો ને પોતાના ધર્મના આધારે પોતાના ધાર્મિક તહેવારો ઉજવવા ની માન્યતા મળેલ છે, આગામી તા 07/06/2025 શનીવાર ના રોજ સમગ્ર ભારત મા ઈદ ઉલ અઝહા (બકરી ઇદ) નો તહેવાર આવી રહ્યો છે આ ઈદ ઉલ અઝહા (બકરી ઈદ) મા મુસ્લિમ સમાજ જે પૈસાપાત્ર છે અને કુરબાની કરવા ઇચ્છે છે, તેવા લોકો માટે કુરબાની આપવી તે ઈસ્લામ ધર્મ નો આદેશ છે અને તે કુરબાની દરેક દેશ મા અપાય છે, માન્યતા પામેલ પશુઓ જે પશુઓ ની કુરબાની થી કોઈ અન્ય ધર્મ કે સમુદાય ની લાગણી ના દુભાય તથા અન્ય ધર્મ ના અનુયાયીઓ ની ભાવના ને કોઈ ઠેસ ન પહોચે તેવા જાનવરો ની કુરબાની કરવી તેવો સંદેશ છે, માટે ગુજરાત રાજ્ય મા મુસ્લિમ સમાજ ની મોટી વસ્તી છે પોતાના ધર્મની માન્યતા પ્રમાણે મુસ્લિમ સમાજ ના લોકો કાયદેસર ના પશુ બકરી, બકરો કે ઘેટા, વગેરે... જેવા ની કુરબાની કરતા હોય છે, આવા કાયદેસરના પશુઓની ખરીદી કરી લઈ જતા લોકો ને પોલીસ તંત્ર તરફ થી કોઈ હેરાનગતિ ન થાય અને અન્ય અસામાજિક તત્વો કે કોમવાદી તત્વો દ્વારા પણ કોઈને ગેરકાયદેસર રીતે રોકવામાં ન આવે કે ખોટી રીતે રોકવા કે પરેશાન કરવામાં ન આવે તે માટે ગુજરાત રાજ્ય તથા દરેક જિલ્લા માં એસ.પી.ને જરુરી માર્ગદર્શન આપી કાયદેસરના પશુઓ લઈ જવા માટે પરીપત્ર બહાર પાડવા માં આવે તથા જીલ્લા ના તમામ પોલીસ મથકો માં સુચના આપવામાં આવે કે કાયદેસર પશુ જેવા કે બકરી, બકરા કે ઘેટા, વગેરે...જેવા ની હેરફેર માટે કોઈ પણ હેરાનગતિ ન થાય અને ગુજરાત માં મુસ્લિમ સમાજ પોતાનો ધાર્મિક તહેવાર સુખ શાંતિ થી ઉજવી શકે માટે જરુરી સુચના આપવા ગુજરાત મુસ્લિમ સમાજ વતી રાજકોટ ના અફઝલભાઈ મહેતર એ પત્ર પાઠવીને રજૂઆત કરી છે.