જામનગરના શેખપાટ ગામે બે ભાઈઓ વચ્ચે તકરાર
જામનગર તાલુકાના શેખપાટ ગામમાં એક સતવારા પરિવારમાં ખેતીની જમીનના ભાગના પ્રશ્ને બે ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી, અને નાનોભાઈ વિફર્યો હતો. જેણે મોટાભાઈના માથા પર પાવડો જીકી દઈ, માથું ફોડી નાખ્યું હતું, ઉપરાંત ભાભી ને પણ માર માર્યો હતો. જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિનોદભાઈ લવજીભાઈ નામના 40 વર્ષના સતવારા ખેડૂત યુવાને પોતાના માથામાં પાવડો ફટકારી માથું ફોડી નાખવા અંગે પોતાના જ ભાઈ રાજેશ લવજીભાઈ નકુમ સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં ઇજાગ્રસ્તનું માથું ફૂટી ગયું હોવાથી તેને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, અને માથામાં સાત ટાંકા આવ્યા છે, ઉપરાંત નેણ ઉ પર બે ટકા આવ્યા છે. આ બનાવ સમયે મારામારી માં છોડાવવા માટે વચ્ચે પડેલા મોટાભાઈ વિનોદના પત્ની લીલાબેન ને પણ નાનાભાઈએ માર માર્યો હોવાથી તેને પણ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા.ફરિયાદી અને આરોપી બંને ભાઈઓની સંયુક્ત માલિકીની ખેતીની જમીન આવેલી છે, જે જમીનમાં હાલમાં મોટાભાઈ વાવેતરનું કામ સંભાળે છે, જે જમીનના ભાગના પ્રશ્ને નાના ભાઈએ આવીને તકરાર કરી હતી, અને મને પણ ભાગ પાડી ને જમીન વાવવા માટે મારી ભાગ ની જમીન અલગ કરી આપો તેમ કહી તકરાર કરી હતી. જેથી મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે.
