કોમ્પોઝિશન ડીલરો અને નાના રિટેલ વેપારીઓને રાહત આપવા માંગ
GSTમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહક સુધી નહીં પહોંચતો હોવાની કેન્દ્રમાં રજૂઆત
ગુજરાતમાં રાજ્યભરના હજારો નાના-મધ્યમ વેપારીઓ નું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા હાલમાં જીએસટી 2.0 હેઠળ દર ઘટાડયા બાદ વેપારીઓ ભાવમાં ઘટાડો ન કરવાના મુદ્દે કાર્યવાહી સંબંધે રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ ને રજૂઆત કરી કોમ્પોઝિશન ડીલરો અને નાના રિટેલ વેપારીઓને રાહત આપવાની માંગ કરેલ છે.આ અંગે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન (GTF ) ના પ્રમુખ જયેન્દ્રભાઈ તન્ના દ્વારા કરેલી રજૂઆતમાં જણાવેલ કે, તાજેતરમાં સરકારે તા.22 સપ્ટેમ્બર 2025 થી જીએસટી 2.0 અંતર્ગત દરોમાં કરાયેલા સુધારા અમલમાં મુક્યા છે. તેનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે હેતુસર મોનિટરિંગ શરૂૂ કરવામાં આવ્યું છે.
પરંતુ, આ અમલ દરમિયાન નાના વેપારીઓ, ખાસ કરીને કોમ્પોઝિશન ટેક્સપેયર અને રૂૂ.બે કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા રિટેલ વેપારી માટે અનેક વ્યાવહારિક મુશ્કેલીઓ ઊભી થયેલ હોય જેમાં (1) જીએસટી 2.0 દર સુધારા અંગેનો સંદર્ભ જીએસટી અધિનિયમ, કલમ 9 હેઠળ, નિયમિત સ્કીમ હેઠળના વેપારીઓએ ગ્રાહકોને દર ઘટાડાનો લાભ આપવો આવશ્યક બનાવવામાં આવ્યો છે. આ મુદ્દે તંત્ર દ્વારા દેખરેખ શરૂૂ કરવામાં આવી છે.
તા.29 સપ્ટેમ્બર 2025 ના અખબારી અહેવાલ (પરિશિષ્ટ-અ) મુજબ, સરકારે પ્રાથમિક તબક્કે 54 ચીજવસ્તુઓની તપાસ શરૂૂ કરી છે કે ભાવમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો છે કે નહીં. આ સમાચારને કારણે વેપારીઓમાં, ખાસ કરીને નાના વેપારીઓમાં, અનિશ્ચિતતા ફેલાઈ છે. (2) કોમ્પોઝિશન ટેક્સપેયર્સ-દર સુધારા સૂચનાઓ હેઠળ આવતાં નથી. કલમ 10 હેઠળના કોમ્પોઝિશન વેપારીઓ બીલ પર અલગથી ટેક્સ વસૂલતા નથી, પરંતુ ટર્નઓવર પર નિશ્ચિત દરે ટેક્સ ચૂકવે છે. તેથી, કલમ 9 હેઠળ જાહેર કરાયેલા દર ઘટાડાના નોટિફિકેશન તેમ પર લાગુ પડતા નથી. તેમ છતાં તેમની સામે ભાવ ઘટાડાનો લાભ ન આપવા અંગે કાર્યવાહી કરવી કાનૂની રીતે યોગ્ય કરવાની માંગ કરેલ છે અને સ્પષ્ટ માર્ગદર્શન-છૂટછાટ જાહેર કરીને કોમ્પોઝિશન ટેક્સપેયર પર આવા દર ઘટાડવા સંબંધિત દંડાત્મક પગલાં લાગુ પડતા નથી.
(3) રાજ્યના મોટા ભાગના રિટેલ વેપારીઓનો વાર્ષિક ટર્નઓવર રૂૂા.2 કરોડથી ઓછો છે. આવા વેપારી ઓ ભારે સ્પર્ધા, ઓછા નફાકીય માર્જિન અને કોમ્પ્લાયન્સ ના વધતા ભોજા હેઠળ કાર્ય દર ઘટાડાનો અમલ બાદ તરત ભાવ સુધારવા માટે એમની પાસે પૂરતી સગવડતા નથી, ખાસ કરીને પ્રિન્ટેડ માલ, બદલાતા ઈનપુટ ખર્ચ તથા લાંબી સપ્લાય ચેઇન વાળી વસ્તુઓમાં. આવી પરિસ્થિતિમાં રૂૂા.બે કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા રિટેલ વેપારી ને દંડાત્મક કાર્યવાહી માંથી મુક્તિ આપવામાં આવે, અથવા ભાવ સુધારા માટે યોગ્ય ગ્રેસ પિરિયડ આપવામાં આવે તેવી માંગ કરેલ છે.
(4) ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન સરકારના પ્રયાસોને સંપૂર્ણ ટેકો આપે છે કે ગ્રાહકો સુધી દર ઘટાડાનો લાભ પહોંચે તે માટે વેપારી સભ્યોને જાગૃત કરીશું. પરંતુ, જરૂૂરી છે કે નાના તથા કોમ્પોઝિશન વેપારીઓને અયોગ્ય રીતે હેરાન ન કરવામાં આવે, કારણ કે તેઓ કાયદાકીય રીતે આવા દર સુધારા થી સંકળાયેલા નથી. યોગ્ય સ્પષ્ટતા આપવાથી બિનજરૂૂરી વિવાદો અને મુશ્કેલીઓ ટાળી શકાય.
કોમ્પોઝિશન વેપારીઓને દર સુધારા સંબંધિત કાર્યવાહીમાંથી સ્પષ્ટ છૂટછાટ જાહેર કરવાની માંગ કરેલ છે. રૂૂા.બે કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા રિટેલ વેપારી ને દંડાત્મક પગલાં માંથી મુક્તિ / ગ્રેસ પિરિયડ આપવામાં આવે. વેપારીઓના પ્રતિનિધિ મંડળો સાથે સતત સંવાદ રાખીને જીએસટી 2.0 સુધારા સુનિશ્ચિત રીતે અમલમાં આવે તે સુનિશ્ચિત કરવાની માંગ કરી આ રજૂઆતને સહાનુભૂતિપૂર્વક વિચારી નાના વેપારીઓના હિતોને સુરક્ષિત કરવાની માંગ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્રભાઈ તન્ના દ્વારા કરાયેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.