ગોંડલ પંથકમાં ભાગિયા તરીકે ખેતીકામ કરતાં ખેતમજૂરોને આર્થિક સહાય આપવા માંગ
આદિવાસી મજદૂર સંગઠને રેલી કાઢી પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદન
ગોંડલ પંથક માં ભાગીયા તરીકે ખેતીકામ કરતા મધ્યપ્રદેશ નાં હજારો ખેતમજુરો એ માવઠાને કારણે પાક ને થયેલા નુકસાન અંગે ખેડુતોને અપાયેલી આર્થિક સહાય ની માફક તેઓને પણ સહાય આપવાની માંગ સાથે ગોંડલ માં રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતું. આદીવાસી પરીવાર મજદૂર સંગઠન દ્વારા જણાવાયું કે સૌરાષ્ટ્રભર માં હજારો આદીવાસી પરીવારો ખેડુતો સાથે ભાગીયા તરીકે ખેતીકામ કરેછે. કમોસમી વરસાદ ને કારણે ખેતી માં થયેલી નુકસાની અંગે ખેડુતોને સહાય મળી છે.
પણ આદીવાસી ખેત મજુરોને કોઈ સહાય મળી નથી.મધ્યપ્રદેશ થી પેટીયુ રળવા આવતા આદીવાસી પરીવારો વતન માં કર્જો કરી મોટી આશાએ બે પૈસા કમાવવા અહી આવતા હોય છે.ત્યારે કમોસમી વરસાદે તેમની મહેનત ઉપર પાણી ફેરવી દિધુછે. સંગઠન નાં સ્થાપક દિનેશ નિનામા એ જણાવ્યું કે અહી આદીવાસી મજદૂરો સાથે ભેદભાવ રખાય છે.પરીવાર માટે શૌચાલય ની સુવિધા પણ નથી.બાળકોને સ્કુલ માં ભણાવવાં મુશ્કેલ છે.ખેતીકામ ની પુરી મજુરી પણ અપાતી નથી.સહાય ઉપરાંત સુવિધાઓ પણ મળતી થાય તેવી માંગ કરી હતી.