RTIનો બ્લેકમેઇલિંગ માટે ઉપયોગ, દુરુપયોગ ઉપર પ્રતિબંધની માંગણી
સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ RTI મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલને પત્ર લખ્યો. ખકઅ અરવિંદ રાણાણે છઝઈંના દુરુપયોગ પર પ્રતિબંધ લગાવવાની ઈખને લખેલ પત્રમાં રજૂઆત કરી છે. ધારાસભ્ય અરવિંદ રાણાનું કહેવું છે કે લોકોના ઉપયોગ માટે બનાવવામાં આવેલ છઝઈંનો દુરુપયોગ થવા લાગ્યો છે. કેટલાક લોકો RTI કરી માહિતી મેળવી અધિકારીને ધમકી આપે છે. અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે હેરાન કરે છે. આથી RTI ના દુરુપયોગ પર પ્રતિંબધ જરૂૂર લાગવો જોઈએ.
અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં RTI કાનૂન અધિકારીઓ માટે આફત બનતો હોવાનું જણાવ્યું.કેટલાક લોકો RTI એક્ટ અંતર્ગત ખાનગી મિલકતોના બાંધકામ, રિપેરિંગ કે અન્ય બાબતે માહિતી માંગે છે. જે માહિતી મેળવ્યા બાદ અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે લોકોને હેરાન-પરેશાન કરવાંમાં આવે છે. તેઓની મિલકત માલિકો પાસેથી રૂૂપિયાની માંગણી કરી બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપે છે. સુરતમાં આવા કેટલાક કિસ્સાઓમાં માનસિક રીતે પરેશાન કરવામાં આવે છે.
RTI માટે કરવામાં આવેલ અરજીની વાત કેટલીક વખત એટલી હદે પંહોચે છે કે અધિકારીઓ પરેશાન થઇ આપઘાત કરવાનો પ્રયાસ કરે છે. આવી ગંભીર સ્થિતિ સર્જાતી હોવાથી વ્યક્તિગત RTI માંગીને સામાન્ય લોકોને પરેશાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સુરતમાં આર.ટી.આઇ દ્વારા માહિતી મેળવી બ્લેકમેઇલિંગ કરતી ટોળકી ઝડપાઇ છે અને આ ટોળકીએ આર.ટી.આઇ હેઠળ માહિતી મેળવી અનેક ઉદ્યોગકારો પાસેથી પૈસા પડાવ્યા હોવાનુ પણ ખૂલ્યુ છે. ત્યારે સુરતના ધારાસભ્યએ કરેલી માંગણી સૂચક મનાય છે.