For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેલનગર વિસ્તારના પેટ્રોલ પંપવાળા મેઈન રોડ પર સિટી બસ સ્ટોપ ફાળવવા માંગ

05:03 PM Aug 06, 2024 IST | Bhumika
રેલનગર વિસ્તારના પેટ્રોલ પંપવાળા મેઈન રોડ પર સિટી બસ સ્ટોપ ફાળવવા માંગ
Advertisement

વોર્ડ નં. 3 ના રેલનગર વિસ્તારના પેટ્રોલપમ્પ વાળા મેઈન રોડ પર મુસાફરોની સંખ્યા દિવસેને દિવસે વધતી જતી હોય આ વિસ્તાર છેલ્લા થોડા સમયમાં ઘણોખરો વિક્સિત થયેલ હોય જેથી રહેવાસીની સંખ્યા બહોળા પ્રમાણમાં વધતી જોવા મળેલ તેમજ આ રોડ પર વેપારી રોજગાર પણ આવેલ હોય.

જેથી અહીં લોકો બસ દ્વારા રાજકોટ શહેરના અન્ય સ્થળે જતાં આવતા હોય તેવામાં આ રોડ પર જો બસ સ્ટોપ આપવામાં આવે તો લોકોએ દૂર સુધી ચાલીને જવું ન પડે.

Advertisement

આ બસ સેવાનો લાભ બુજર્ગ, મહિલાઓ તથા બાળકોને સારી રીતે મળી રહે અને લોકોની સુખાકારી તેમજ સગવડતામાં વધારો થાય તેના ભાગરૂપે અહીં બસ સ્ટોપ ફાળવી આપવા કોળી ઠાકોર સેનાના સભ્યોએ મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement