રૂડાના ગામડાઓમાં 100 ચો.વાર પ્લોટ ફાળવવા માંગ
રૂડા એકતા મંડળના આગેવાનોની જિલ્લા કલેકટરને રજૂઆત: સરકારી કાર્યક્રમોનો જાહેર કરાયો બહિષ્કાર
રાજકોટ રૂડામાં સમાવાયેલા ગામડાઓમાં વર્ષોથી નવા રહેણાંક પ્લોટ ફાળવવા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી. આ બાબતે તાકીદે યોગ્ય કરી 100 ચો.વાર મફત પ્લોટ આપવા આજે રૂડા સરપંચ એકતા મંડળના આગેવાનોએ રાજકોટ જિલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી હતી. રજુઆતમાં યોગ્ય ન કરવામાં આવે તો સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે.
રજુઆતમાં મંડળના કાર્યવાહક મુન્નાભાઇ આહીરે જણાવ્યું છે કે રાજકોટ રૂૂડા સરપંચ એકતા મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે રાજકોટ રૂૂડામાં સમાવેશ ગામડાઓમાં વર્ષોથી નવા રહેણાક હેતુના પ્લોટ જરૂૂરિયાતમંદ અરજદારોને ફાળવેલ નથી. ગામડાઓની પાસે ગામ તળ નીમ હોય અથવા ગ્રામ પંચાયત પાસે જરૂૂરી ખુલ્લી જગ્યા હોવા છતાં રૂૂડા કે સરકાર દ્વારા જનતા સાથે હળહળતો અન્યાય કરેલ છે. ગામના જ અરજદારને પોતાની જન્મભૂમિમાં સરકાર એક 100 ચોરસ વાર મફત પ્લોટ આપતી નથી. નેતાઓ ફક્ત મત માગવા આવે છે.
જનતાઓનો બંધારણીય એવા રહેણાક હેતુના પ્લોટ ન ફાળવવાથી ના છૂટકે પોતાના પરિવાર માટે ગામતણની આજુબાજુમાં અરજદારો કાચા પાકા મકાનો બનાવી રહેવા મજબૂર બન્યા છે. જેને સરકાર દબાણ કહે છે એ ગામડાના લોકોની મજબૂરી છે. સરકાર હજારો એક્ટર જમીનો ઉદ્યોગપતિ અને બીજા અને કેતુ માટે ફાળવે છે ત્યારે જરૂૂરિયાતમંદ જનતા ને પ્લોટ ન ફાળવી એની મુખ્ય જવાબદારીમાંથી છટકે છે.
આવનાર દિવસોમાં જ્યાં સુધી દરેક રૂૂડામાં સમાવી ગામડાઓમાં રહેણા હેતુના પ્લોટનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી દરેક ગ્રામ પંચાયતો દ્વારા આરોગ્ય અને શિક્ષણ સિવાયના તમામ સરકારના કાર્યક્રમો મેળાઓ જેવા તમામ કાર્યક્રમનો આજથી બહિસકાર કરે છે માટે વહેલી તકે ઉકેલની માંગ કરાઇ છે.