હળવદમાં મોગલ માતાજીના ભૂવા બાબતે ખોટી વાતો ફેલાવનાર સામે કાર્યવાહીની માંગ
મોગલ માતાજીના મંદિર તેમજ ભુવા અંગે ખોટી ગેરસમજ તેમજ વાહિયાત વાત લોકોમાં ફેલાવી ભય જેવું કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રમેશભાઈ રબારીએ એસપીને આવેદન પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે હળવદ શહેરમાં ગત તા. 07 ના રોજ ધ્રાંગધ્રા દરવાજા અંદર રાવલ ફળિયામાં ગૌસેવક અને ભુવાશ્રી ફિરોજભાઈના ઘરે મોગલ માતાજીનું મંદિર આવેલું છે.
તમામ ધર્મના લોકો મોગલ માતાજીમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવતા હોય છે જ્યાં વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા અને તેની ટીમે પોલીસ સાથે આવીને ભૂવાને કહ્યું તમે આ મંદિરમાં લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવો છો અને દર્શને આવતા લોકો પાસેથી રૂૂપિયા ઉઘરાવો છો અને બીજી અનેક બાબતે વાત કરી હતી જ્યાં હાજર લોકોમાંથી કોઈ ફરિયાદ કરી નથી અને સ્થળ પર તેમજ મંદિરમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી અંધશ્રદ્ધા જેવી કોઈએ હાજર ભક્તજનોમાંથી ફરિયાદ કરી નથી.
મોગલ માતાજીનું મંદિર ઘણા વર્ષોથી તમામ ધર્મમાં લોકોમાં આસ્થા અને શ્રધ્ધાનું પ્રતિક છે મંદિરને તમામ સમાજના લોકો સ્વયંભુ પોતાની જાતે મંદિરે દર્શન અને આરતી કરવા જતા હોય છે મંદિરમાં થતો ખર્ચ મોગલ માતાજીમાં અસ્થા ધરાવતા ભક્તજનો દ્વારા કરવામાં આવે છે આ મંદિરની જગ્યા ઉપર અત્યારે કે અગાઉ કોઈપણ જાતની ગેરરીતી કે અંધશ્રદ્ધા કે પૈસાની લેતીદેતી કરવામાં આવતી નથી છતાં વિઘ્ન સંતોષી વ્યક્તિ માત્ર ખોટી માહિતી લઈને વિજ્ઞાન જાથાવાળા જયંત પંડ્યા પોલીસને સાથે રાખી ગેરકાયદે મંદિર અંદર અને પ્રાઈવેટ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મોગલ માતાજીના ભક્તોની લાગણી દુભાઈ તેવી પ્રવૃત્તિ કરી છે.
જે તે સમયે જયંતભાઈ કોઈપણ જાતના અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરેલ નથી વિજ્ઞાન જાથાવાળા જયંતભાઈ પંડ્યા પોતાનું હીટ સ્થાપિત કરવા પોલીસનું પ્રોટેક્શન લઈને આવી કાર્યવાહી કરતા રહે છે જેથી ફરી વખત વિજ્ઞાન જાથા વાળા અને તેની ટીમ આવું ગેરકાયદે કૃત્ય ના કરે અને સુલેહ શાંતિનો ભંગ ના કરે તેવી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.