રાજકોટમાં સહેલીને મળવા ગયેલી ધો. 9 ની છાત્રાએ પાંચમા માળેથી લગાવી છલાંગ
ભાર વિનાનાં ભણતરનાં સ્લોગન વચ્ચે વિધાર્થીઓનાં આપઘાત અને આત્મહત્યાનાં પ્રયાસોની ઘટના દીન બદીન વધી રહી છે . ત્યારે રાજકોટમા ધો. 9 મા અભ્યાસ કરતી 1પ વર્ષીય છાત્રાએ સહેલીનાં ઘરે આટો મારવા ગઇ હતી ત્યારે સહેલીનાં ઘરે જ પાંચમા માળેથી છલાંગ લગાવી હતી . ગંભીર રીતે ઘવાયેલી સગીરાને તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા 80 ફુટ રોડ પર આવેલ સત્યમ પાર્કમા રહેતી અને ધો. 9 મા અભ્યાસ કરતી અશ્ર્વિનીબેન સંતોષભાઇ બાબર નામની 1પ વર્ષની સગીરા રાત્રીનાં આઠેક વાગ્યાનાં અરસામા સત્યમ પેલેસ નામની બીલ્ડીંગ પર હતી ત્યારે કોઇ અગમ્ય કારણસર પાચમા માળેથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરા નીચે પટકાતા તાત્કાલીક ઘટના સ્થળે લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા . સગીરાને ગંભીર હાલતમા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાઇ હતી.
પ્રાથમીક પુછપરછમા આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાનો પરીવાર મહારાષ્ટ્રનો વતની છે. અને સગીરાનાં પિતા રાજકોટમા ચાંદી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. સગીરા એક ભાઇ બે બહેનમા નાની છે અને ધો. 9 મા અભ્યાસ કરે છે. પિતા મોટી બહેનનાં સગપણની વાતનાં કામ સબબ મહારાષ્ટ્ર ગયા બાદ સગીરા બહેનપણીનાં ઘરે બેસડવા ગઇ હતી . તે દરમ્યાન કોઇ અગમ્ય કારણસર પાંચમા માળેથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.