For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં ટ્રાફિક જવાનને કાર ચાલકે 10 ફૂટ ઢસડ્યો

01:09 PM Dec 08, 2025 IST | Bhumika
જામનગરમાં ટ્રાફિક જવાનને કાર ચાલકે 10 ફૂટ ઢસડ્યો

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવી રહેલા ટીઆરબીના એક જવાનને કાર ચાલકે ફરજમાં રુકાવટ કરી તેને કારની સાથે 10 મીટર સુધી ઢસડયો હતો, જેથી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અને પોતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયા પછી હાથ પગમાં સારવાર લેવી પડી છે, જ્યારે હોઠમાં પાંચ ટાંકા લેવા પડ્યા છે. જેણે કાર ચાલક સામે ફરજમાં રૂૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાર કબજે કરી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ડ્રીમ સીટી શેરી નંબર -2 માં રહેતો અને શહેરની ટ્રાફિક શાખામાં ટ્રાફિકબ્રિગેડ તરીકે ફરજ બજાવતો જીલ રમેશભાઈ બગડા નામનો 22 વર્ષનો ટ્રાફિકનો જવાન, કે જે પરમદીને બપોરે દોઢેક વાગ્યાના અરસામાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવી રહ્યો હતો, જે દરમિયાન જી.જે. -3 એન.બી. 9080 નંબરનો કારનો ચાલક કે જણે ટ્રાફિકને અડચણરૂૂપ બને તે રીતે માર્ગ ઉપર કાર પાર્ક કરી હતી, જેથી તેને કાર સાઇડમાં લેવાનું કહેતાં અને ટ્રાફિકના અધિકારી બોલાવે છે, તેમ કહેતાં કારચલક સૌપ્રથમ મસાલો ખાવા માટે નીચે ઉતર્યા બાદ એકાએક પોતાની કાર ચાલુ કરીને ભાગવા લાગ્યો હતો.

આથી ટીઆરબી ના જવાન જીલ બગડાએ તેની કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન કારચાલકે તેને 10 મીટર દૂર સુધી ઢસડ્યો હતો, જેથી ટીઆરબી નો જવાન ઈજાગ્રસ્ત બન્યો હતો જેને હોઠ પર, માથામાં, હાથ-પગમાં અનેક સ્થળે છોલ છાલ સહિતની નાની મોટી ઈજા થઈ હતી, અને મૂર્છિત થયો હતો.

Advertisement

ત્યારબાદ તેને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેને સારવાર અપાઈ હતી. એ ઉપરાંત હોઠ ફાટી ગયો હોવાથી પાંચ ટાંકા પણ લેવા પડ્યા છે. આ બનાવ અંગે જીલ બગડા એ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જી.જે.-3 એન.બી. 9080 નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. મહિલા પીએસઆઇ એમ.વી. દવેએ આ પ્રકરણમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 121-1, 221,285 તેમજ એમવી એકટ કલમ 177,184,134 મુજબ ગુનો નોંધ્યો છે, અને કાર કબજે કરી લઇ તેના ચાલક નિર્મળ સિંહ ગુલાબસિંહ જાડેજા ને નોટીcrime

સ આપી દીધી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement