For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અગ્નિકાંડ પીડિતો માટે લોકમેળામાં સ્ટોલની માગણી

05:45 PM Jul 17, 2024 IST | Bhumika
અગ્નિકાંડ પીડિતો માટે લોકમેળામાં સ્ટોલની માગણી
Advertisement

ભ્રષ્ટાચાર લેનારા જેલમાં, ભ્રષ્ટાચાર કરનારા હજુ બહાર: ઇન્દ્રનીલ

રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે નવા કાંડ ના વાદળો હજી ગુજરાતમાં રાજકોટ એ કોઈ પેલી ઘટના નથી પરંતુ આગલી ઘટનાઓમાં વડોદરામાં હરણીકાંડ, સુરતના તક્ષશિલા કાંડ, રાજકોટના હોસ્પિટલમાં આગની ઘટના, મોરબીના ઝુલતા પુલની ઘટના આ તમામ ઘટનાઓને છાવરવામાં આવી છે. અને એમાં કોઈ પણ હજી જેલની સજા પામ્યા નથી ત્યારે થોડા નાના અધિકારીઓને અંદર કરી અને ભવિષ્યના કાંડ ઉપર બ્રેક લાગે કુંભકણેની નિંદ્રામાં સુતેલી સરકારને જાગૃત કરવા એ કામ અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ લોકોની જાગૃતિ જ આમાં કામ કરી શકશે સરકાર ઉપર પ્રેશર લાવી શકશે રાજકોટ સફળ બંધને આ સરકારને હલાવી હતી ત્યારે લોક જાગૃતિનું કામ અમે મેળામાં સ્ટોલ મેળવી અને કરવા માગીએ છીએ. અને આ અંગે આવતીકાલે રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ લોકમેળામાં અગ્નિકાંડ પીડિતો જે ન્યાય અંગેના સ્ટોલની લેખિતમાં માગણી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે. હાલમાં જો સરકાર એની ઓછો વિકાસ અને જાહેરાતો જાજી એ મેળામાં કરી શકતા હોય તો લોકજાગૃતિનું કામ મેળામાં શા માટે ન થઈ શકે ? સરકારની અસફળતાઓને દર્શાવવાનું કામ મેળામાં શા માટે ન થઈ શકે.

Advertisement

જો સરકાર લોકમેળામાં આ અંગે સ્ટોલ નહીં ફાળવે તો અગ્નિકાંડનો મુદ્દો રાજકોટની શેરીમાં લઈ જવાશે. ભાજપ સરકાર ફક્ત ગેમ ઝોન માં જ ભ્રષ્ટાચાર આચરી છે એવું નથી પરંતુ રસ્તા ના કામમાં અને બાંધકામમાં બેફામ ભ્રષ્ટાચારો આચરીને કરોડો રૂૂપિયામાં આ ભાજપના નેતાઓ ની લાંચ રૂૂશ્વત બ્યુરો ખાતા દ્વારા તપાસ પણ થવી જોઈએ. સરકાર ભાવનગર ની રથયાત્રામાં એક પ્લોટ પણ સહન કરી શકતી ન હોય ત્યારે સ્ટોલ નહીં આપે તો પત્રિકા દ્વારા મેળામાં જાગૃતિ કરવાનું કામ કોંગ્રેસના તમામ કાર્યકરો દ્વારા કરવામાં આવશે.

આજની પત્રકાર પરિષદમાં ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, નયનાબા જાડેજા, ધરમભાઈ કાંબલીયા, વશરામભાઈ સાગઠીયા, ગોપાલભાઈ અનડકટ, ડી.પી મકવાણા, મેઘજીભાઈ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના કોંગ્રેસના આગેવાનો એ હાજરી આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement