રાજકોટ જિલ્લા બેંકના વહીવટથી પ્રભાવિત થઇ મુલાકાત લેતી બેલારી બેંકની ડેલિગેટ ટીમ
રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. ના જનરલ મેનેજર વી.એમ. સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી અને આ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામભાઈ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે નાબાર્ડે આ બેંકને પાયોનીયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહીવટથી પ્રભાવિત થઈ દેશની તમામ સહકારી બેંકના સંચાલકોની રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડૂતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ કરી અન્ય બેંકો પણ તેનું અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડૂતોના વિકાસ લક્ષી પ્રવૃતિ કરે તેવા નાબાર્ડના અભિગમના ભાગ રૂૂપે કર્ણાટકા રાજયની બેલારી ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.નું બોર્ડ ઓફ ડિરેકટર્સ બેંકના પ્રેસીડેન્ટ કે. થીપ્પે સ્વામી તથા વાઈસ પ્રેસીડેન્ટ આઈ. દ્રારકેશના પ્રતિનિધિત્વ હેઠળની ટીમએ રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક ની તા.3-9-2024 ના રોજ મુલાકાત લઈ બેંકની વિવિધ પ્રવૃતિઓનો અભ્યાસ કરેલ હતો.
રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંકની 200 શાખાઓ મારફત ₹8,770 કરોડની થાપણો એકત્ર કરી ₹6,563 કરોડનું ધિરાણ કરેલ છે અને ખેડૂતોને ₹3,870 કરોડ જેવુ કે.સી.સી. ધિરાણ આપવામાં આવેલ છે, બેંક સાથે જોડાયેલ ધિરાણ લેતા સભાસદોની બેંક તરફથી ₹10,00 લાખની અકસ્માત વિમા પોલીસી લેવામાં આવે છે, બેંક વર્ષોથી કાયદાની જોગવાઈ મુજબ ઓડિટ વર્ગ "અ" ધરાવે છે અને બેંકની વસુલાત 99.25 % જેટલી છે. ગયિં ગઙઅ ‘જ્ઞ‘ % છે, તેમજ આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત એવોર્ડ, નાફસ્કોબ તરફથી પાંચ વખત ઓલ ઓવર પરફોર્મન્શ એવોર્ડ તથા એક વખત ડેકેટ (દશાબ્દી) એવોર્ડ તેમજ બેંકો-મુંબઈ તથા બેંકીંગ ફન્ટીયર તરફથી પણ અનેક વખત એવોર્ડ મળેલ છે.
કર્ણાટકા રાજયની બેલારી ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ની ટીમએ આ બેંકની ઉપરોકત બેનમુન કામગીરી, બેંકની મુખ્ય કચેરીમાં 24 કલાક 365 દિવસ લોકર ઓપરેટીંગ સુવિધા તેમજ રાત્રીના 10-00 વાગ્યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્યવસ્થા જોઈ ખુબ જ પ્રભાવિત થયેલ અને આ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના મેનેજમેન્ટને ધન્યવાદ આપેલ. તેમજ બેંકની મુખ્ય કચેરીની મુલાકાત બાદ બેંકની ગોંડલ મેઈન (હિરક) શાખા તથા બેંક સાથે જોડાયેલ ગોંડલ જુથ સેવા સહકારી મંડળી લી.ની મુલાકાત લઈ મંડળીઓની વિવિધ કામગીરીઓ જોઈ ખૂબ જ પ્રભાવિત થયેલ અને મંડળીઓના હોદ્દેદારોને પણ ધન્યવાદ આપેલ.