For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કસ્તુરબા ધામ મંડળીમાં રૈયાણી-નસીત જૂથનો પરાજય

05:03 PM Jul 15, 2024 IST | Bhumika
કસ્તુરબા ધામ મંડળીમાં રૈયાણી નસીત જૂથનો પરાજય
Advertisement

રાજકોટ જિલ્લાના સહકારીક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં શરૂ થયેલી વર્ચસ્વની લડાઇમાં વધુ એક વખત રાદડીયા જુથ સામે રૈયાણી અને નસીત જૂથનો કસ્તુરબા કિશાન સેવાદાયી સહકારી મંડળી લી.માં કારમો પરાજય થયો છે. રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સંઘના ડિરેકટર અરજણભાઇ રૈયાણી ખૂદ મંડળીમાં ચૂંટણી હારી જતા હવે તેને ડિરેકટરપદ પણ ગુમાવવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

પહેલેથી જ વિવાદમાં રહેલી કસ્તુરબાધામ કિશાન સેવાદાયી સહકારી મંડળીની ચૂંટણી બેઠાથાળે યોજી નાખવા પ્રયાસ થયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને અંતે ભાજપના જ બે જૂથો વચ્ચે 15 બેઠકો માટે ચૂંટણી લડાઇ હતી.15 બેઠકની આ ચૂંટણીમાં જયેશ રાદડીયા તરફી ગણાતા જૂથે તમામ બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવી હતી જયારે અરવિંદ રૈયાણી અને બાબુ નસીત જૂથમાં માંડ પાંચ ઉમેદવારો ભેગા થયા હતા. તમાંય બળવંત નસીત એન તેના પુત્ર જીગર બળવંત નસીત ઉપરાંત તેના જ કુંટુબના મનસુખ નસીત તથા મધુબેન મનસુખભાઇ નસીત મળી નસીત પરિવારના જ ચાર સભ્યો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.

Advertisement

જયારે રાજકોટ-લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં અરવિંદ રૈયાણી જૂથમાંથી ડિરેકટર તરીકે ચૂંટાયેલા અને રા.લો.સંઘનું વાઇસ ચેરમેનપદ ફગાવનાર અરજણભાઇ રૈયાણી પાંચમાં ઉમેદવાર બન્યા હતા પરંતુ આ પાંચેય ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો.

ચૂંટણીના પરિણામો આવતા રૈયાણી-નસીત જૂથના પાંચેય ઉમેદવારોને માંડ 99થી માંડી 116 મત મળ્યા હતા. જયારે રાદડીયા જૂથના તમામ 15 ઉમેદવારોને 314થી માંડી 361 મત મળ્યા હતા.આમ કસ્તુરબાધામ મંડળીમાં જ અરવિંદ રૈયાણી અને બાબુ નસીત જૂથને ફટકો પડતા અને રા.લો.સંઘના ડિરેકટર અરજણભાઇ રૈયાણી મંડળીની ચૂંટણી પણ હારી જતા તેમનું રા.લો.સંઘનું ડિરેકટરપદ જોખમમાં મુકાયુ છે. નિયમ મુજબ હવે અરજણભાઇ રૈયાણી રા.લો. સંઘના ડિરેકટરપદેથી ગેરલાયક ઠરી શકે છે. તેમની ‘બાવાના બેય બગડા’ જેવી સ્થિતિ સર્જાઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement