કોટડાસાંગાણી જૂથ સેવા સહકારી મંડળીમાં 25 વર્ષથી સત્તા ભોગવતી પેનલનો પરાજય
બાબુભાઇ સાવલિયાની પેનલનો વિજય
કોટડાસાંગાણીમાં જૂથ સેવા સહકારી મંડળી ચૂંટણી કરવામાં આવી હતી જે ચૂંટણીમાં બંને પેંનલના ઉમેદવારો 15 15 ઉમેદવારો મેદાનમાં હતા જે ચૂંટણી ભારે રસપ્રદ બનેલ હતી સવારથી આઠ વાગ્યાથી મતદાન શરૂૂ કરવામાં આવેલ હતું જે મતદાનમાં મારે મતદારોમાં એ મતદાન કરેલ હતું જે ત્રણ વાગ્યા સુધી મતદાન કરવામાં આવેલ હતું જેમાં બપોરે 4:00 વાગ્યાથી મત ગણતરી શરૂૂ કરવામાં આવેલ હતી જે પરિણામ સાંજના છ વાગ્યે જાહેર કરવામાં આવેલ હતું જે પરિણામમાં હરીફ પેનલના ઉમેદવારો 15 એ ચૂંટાઈ આવેલ હતા જે આ સહકારી મંડળીમાં છેલ્લા 25 વર્ષથી પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયાની પેનલનો પરાજય થયેલ હતો જેમાં બાબુભાઈ સાવલિયાની પેનલનો વિજય થયેલ હતો આ વિજયમાં ભારે અબીલ ગુલાલ વિજય ઉત્સવ મનાવવામાં આવેલ હતો એ આ સહકારી મંડળીમાં 15 ઉમેદવારો વિજય થયેલ ને આગેવાનોએ દ્વારા ભારે બહુમાન સન્માન કરવામાં આવેલ હતું.
સહકારી દૂધ સેવા સહકારી મંડળીના પ્રમુખ સુરેશભાઈ લુણાગરિયા, અશોકભાઈ ઠુંમર, રાજુભાઈ સાવલિયા, મહેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ ભૂત, પ્રવીણભાઈ ભૂત, અનિરુદ્ધસિંહ જાડેજા, ધર્મેશભાઈ સોરઠીયા આ સહકારી મંડળી કોટડા સાંગાણીમાં 68 વર્ષે ચૂંટણી યોજાયેલ આ ચૂંટણીમાં ભારે લોકોને ઉત્સાહ અને વિજય ઉત્સવ બનાવવામાં આવેલ હતો કોટડા સાંગાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાડેજા અને પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનો ચુસ્ત પોલીસ બંદોબસ્તની કામગીરી કરવામાં આવી હતી. પાંચ ગામોના મતદારોએ કોટડા સાંગાણી, માણેકવાડા, પાંચ તલાવડા, નવી ખોખરી, જૂની ખોખરી આ પાંચેય ગામોના મતદારોએ મતદાન કરવામાં આવેલ હતું.
(તસવીર: સલીમ પતાણી)