ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરના દીપક જાદવ KBCમાં 12.50 લાખ જીત્યા

12:27 PM Aug 27, 2025 IST | Bhumika
Advertisement

જામનગરના SP રહી ચૂકેલા અને હમણાં જ સુરેન્દ્રનગર બદલી પામેલા IPS અધિકારી પ્રેમસુખ ડેલુ પોતાના વક્તવ્યમાં વારંવાર બાબાસાહેબનું એક ક્વોટેશન વાપરતા... ‘શિક્ષા વો શેરની કા દૂધ હૈ... જો પિએગા... વો દહાડેગા...’ તેમની આ વાત ઝીલી લઈ જામનગરના એક યુવાને બાબાસાહેબની આ ઉક્તિને પોતાના કઠોર પરિશ્રમથી સાર્થક કરી બતાવી છે. કહેવાય છે ને કે ‘જીદ કરો... દુનિયા બદલો...’ દીપક જાદવે જીદ કરીને પોતાની દુનિયા બદલી નાખી. તેમની સતત વીસ વર્ષની મહેનત, વાંચન, તપશ્ચર્યા અને ઘેલછા અંતે ફળી છે.

Advertisement

પરમ દિવસે એટલે કે તા.25/08/2025ના રોજ રાત્રે 9.00 કલાકે જામનગરનો આ યુવાન સોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવિઝનના પ્રસિદ્ધ શો પકૌન બનેગા કરોડપતિથમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસી જ ગયો..!!! અને રૂૂપિયા 12,50,000/- (સાડા બાર લાખ) પણ જીતી ગયો. હા, આ રીતે જામનગરના ભવ્ય ઈતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાઈ ગયું. વાત એમ છે કે જામનગરના બેંક ઓફ બરોડામાં કલાર્ક તરીકે નોકરી કરતા દીપકભાઈ જાદવ છેલ્લા વીસ વર્ષથી ઊંઇઈની હોટ સીટ પર બેસવાનું સપનું જોઈ રહ્યા હતા. જે પરમદિવસે રાત્રે સાકાર થઈ ગયું. KBCચાલુ થયું ત્યારથી તેઓ સતત તૈયારી કરી રહ્યા હતા.સોમવાર થી શુક્રવારે તેઓ ટીવી સામે ગોઠવાઈ જતાં અને પ્રયત્ન કરતા.

નિષ્ફળતા મળતી તો જાતને સુધારવા અને ખામી દૂર કરવા ફરીથી વધુ મહેનત કરતા. અને અંતે એ દિવસ આવી પહોંચ્યો. ગત જુલાઈ માસમાં તેઓને ફાસ્ટસ ફિંગર ફસ્ટ ફોન આવેલ. ચાલીસ દિવસ સુધી રોજ ફોન પર ઊંઇઈની ટીમના દસ સભ્યો તેમની ઝીણામાંઝીણી વિગતો મેળવવા લાગ્યા.અંતે દસ વ્યક્તિમાંથી નવને હરાવી તેઓ વિજેતા થયા. અને પછી KBCહોટ સીટ તરફની તેમની યાત્રા શરૂૂ થઈ. અને ગત 19-20 ઓગસ્ટના રોજ તેમનું મુંબઈ ખાતે રેકોર્ડિંગ પુરું થયું. અને એ એપિસોડ પરમદિવસે રાત્રે 9.00 કલાકે આખા જગતે જોયો. જામનગરથી મુંબઈ લઈ જવા અને પરત લાવવા સુધીની સુંદર વ્યવસ્થા ટીમ KBCએ કરી. સંયુક્ત પરિવારમાં રહેતા દીપકભાઈએ પરિવારના 19 જેટલા સભ્યોને ત્યાં લઈ જઈ એક નવો રેકોર્ડ પણ સ્થાપ્યો. અને આ રીતે સતત વાંચન, કરન્ટ અફેર્સથી સતત અવગત, ઉત્તમ અયોજન તથા કઠોર પરિશ્રમ થકી અમિતાભ બચ્ચન સામે ઊંઇઈની હોટ સીટ પર બેસીને સાડા બાર લાખ રૂૂપિયા જીતીને દીપકભાઈએ પોતાનું સપનું સાકાર કર્યું. જેમાં તેમના પરિવારનો મુખ્ય બે આધારસ્તંભ એવા તેમના પત્ની અને માતાનો પણ ખૂબ જ સહયોગ મળ્યો.

Tags :
Deepak Jadavgujaratgujarat newsjamnagarjamnagar newsKBC
Advertisement
Next Article
Advertisement