For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો અમેરિકન ગુજરાતી સામે ગુનો

05:34 PM Jul 10, 2024 IST | admin
નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો અમેરિકન ગુજરાતી સામે ગુનો

ગુજરાત પોલીસે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો પર મોટી કાર્યવાહી કરી છે. નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો શેર કરનાર વ્યક્તિ વિરુદ્ધ ઋઈંછ નોંધી છે. જીએસટી મુદ્દે નિર્મલા સિતારમણનો ડીપ ફેક વીડિયો પોસ્ટ કર્યો હતો. ચિરાગ પટેલ નામના વ્યક્તિના સોશિયલ એકાઉન્ટમાંથી વીડિયો વાયરલ કરવામાં આવેલ હતો. આ વીડિયોને લઈને રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ પટેલ નામના શખ્સ પર ફરિયાદ નોંધી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નિર્મલા સીતારમણના ડીપફેક વીડિયોમાં મીડિયા સાથે વાત કરતા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને ગોપનીય માહિતી કર કહેતા જોવા મળે છે.

Advertisement

આ વાત ચિરાગ પટેલ નામના વ્યક્તિએ તેમના એક્સ હેન્ડલ પર શેર કરી હતી. પ્રોફાઇલ મુજબ, ચિરાગ પટેલ યુએસએમાં રહે છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું, ગુજરાત પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ આ ઊંડા નકલી વીડિયો ફેલાવવા બદલ ઋઈંછ દાખલ કરી છે. નાગરિકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ચાલો આપણે આવી છેડછાડની યુક્તિઓનો શિકાર ન થઈએ અને આપણી ડિજિટલ જગ્યાઓમાં સત્ય અને જવાબદારીને પ્રાથમિકતા આપીએ…

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement