ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

04:50 PM Oct 16, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ગોંડલ તાલુકા વિસ્તારમાં આ વર્ષે વરસાદે તારાજી સર્જતા ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. ત્યારે ગોંડલ તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક ખેડૂતોને સહાય આપવા યુવા ભાજપના પ્રમુખ જીગર સાટોડીયાએ કૃષિમંત્રીને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું છે કે, આ વર્ષે અનરાધાર વરસાદે ખેડૂતોના મોઢે આવેલો તૈયાર પાકરૂપી કોળીયો ઝૂંટવી લીધો હોવાનો તાલ સર્જાયો છે. મગફળી અને કપાસ પાસ તૈયાર થઇ ગયા પછી વરસાદે વિનાશ વેરતા ખેડૂતોને મોટુ નુકશાન થયું છે. ત્યારે ગોંડલ પંથકના ખેડૂતોની આવી નુકશાનીને ધ્યાને લઇ તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી, ખેડૂતોને સહાય આપવા યુવા ભાજપના જીગર સાટોડીયાએ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલને રજુઆત કરી છે.

Tags :
gondalgondal newsgujaratgujarat news
Advertisement
Advertisement