For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસ સામે ફરિયાદ કરવા અલગ નંબર જાહેર કરો

04:01 PM Dec 16, 2023 IST | Bhumika
પોલીસ સામે ફરિયાદ કરવા અલગ નંબર જાહેર કરો

અમદાવાદમાં ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટાચાર અને તોડબાજીના છૂટા દોર જેવી ઘટનાની ચાડી ખાતા કેસમાં શહેરના કપલ પાસેથી ટ્રાફિક પોલીસ કર્મચારી અને ટ્રાફિક પોલીસ દ્વારા 60 હજારની ખંડણી ઉઘરાવવાના કેસમાં હાઇકોર્ટે કરેલી સુઓમોટો કાર્યવાહીમાં શુક્રવારે સુનાવણી હાથ ધરાઇ હતી.

Advertisement

જેમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂૂદ્ધ પી. માયીની ખંડપીઠે સરકાને આદેશ કર્યો છે કે પોલીસ અને ઝછઇના જવાનો વિરૂૂદ્ધ ફરિયાદ કરવા માટે એક ‘ડેડિકેટેડ’ નંબર જાહેર કરો. 100,112 અને 116 જેવા નંબરો સાથેનો વિકલ્પમાં કોઇ નંબર આપીને લોકોને ક્ધફ્યુઝ ન કરો. જો સરકારે ડેડિકેટેડ નંબર જાહેર કરશે તો એની તપાસ માટે ડેડિકેટેડ સેલ પણ બનાવશે. રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ ડેડિકેટેડ નંબર શરૂ કરવાની ખાતરી આપી હતી અને એની બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવશે એમ પણ કહ્યું હતું.

આ સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, બોપલના એક વેપારી પરિવાર વિદેશ પ્રવાસ બાદ અમદાવાદ એરપોર્ટ ઉતર્યા હતા. ત્યાંથી કેબમાં બેસીને ઘરે જતા હતા ત્યારે ટ્રાફિક પોલીસ કર્મીઓએ કાર રોકીને વેપારીને ડ્રાઇવ ચાલતી હોવા થી જેલમાં પૂરવાની ધમકી આપી બે લાખ રૂૂપિયાની માગણી કરી રૂૂ.60 હજાર પડાવી લીધા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, કેબમાંથી વેપારીને ઉતારી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા અને કેબમાં બેઠેલી તેમની પત્ની અને એક વર્ષના બાળક સાથે પોલીસ કર્મી બેસી ગયા હતા. ફરિયાદીનો આક્ષેપ છે કે, આ પોલીસ કર્મીઓએ બાળકને માતા દ્વારા ફિડિંગ પણ ન કરાવવા દઇ અમાનવીય વર્તન કર્યું હતું. જે મામલે હાઇકોર્ટે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ગત સુનાવણી ખંડપીઠે સરકારને એવી વેધક ટકોર કરી હતી કે,થફરિયાદ સેલ હોવો જોઇએ એવું સુપ્રીમ કોર્ટનો આદેશ છે. તમે માત્ર સેલ બનાવો એનાથી ન ચાલે. સામાન્ય માણસ ક્યાં જશે, કોનો સંપર્ક કરશે, કોને ફરિયાદ કરશે? એ ક્યાં જઇને ઊભો રહેશે? સામાન્ય વ્યક્તિએ આ મુદ્દે દિમાગ લગાવવાની જરૂૂર જ ન પડવી જોઇએ અને આ માહિતી તેમને ગળે ઉતરી જવી જોઇએ. હાલ સરકાર દ્વારા જે સોગંદનામું કરવામાં આવ્યું છે એ છદ્માવરણ પ્રકારનું છે.

આ સમગ્ર મામલે હાઇકોર્ટે અગાઉ સરકારને આદેશ કર્યો હતો કે પોલીસ કે અન્ય સરકારી સેવક સામે ફરિયાદ કરવા માટેના હેલ્પલાઇન નંબર 1064ને પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનના ગેટ ઉપર પણ લગાવો. આ ગંભીર મામલો છે. તમે આ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર લઇ જાહેર સેવામાં મૂકો તો તેમની વર્તણૂક અંગેના નિયમો બનાવવા જોઇએ. સરકારે આવા મામલે લાચારી દર્શાવવી જોઇએ નહીં. જે મુજબ શુક્રવારે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું કરી જે પગલાં લેવામાં આવ્યા એની રજૂઆત કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement