સરકારી શાળાઓમાં ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા નિર્ણય
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને માટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની બાબતને મંત્રી (પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ) એ મંજૂરી આપી છે.
ઉક્ત મંજૂરી અન્વયેસરકારી અને ગ્રાટેક માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને નીચે મુજબની શરતો / પ્રક્રિયાને આધિન કામગીરી સોંપવાની રહેશે.રાજયની સરકારી અને ગ્રાટેક માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિવૃત્તિથી ખાલી પડતી જગ્યાઓની ઘટ તાત્કાલિક નિવારવા દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ મંજૂર કરવામાં આવેલ મહેકમ મુજબ માાળામાં ખાલી પડેલ જગ્યાઓ પર વિભાગના તા.11/07/2025ના સમાનાકી ઠરાવથી સુધારેલ કાર્ય પદ્ધતિ અનુસરીને જ્ઞાન સહાયકને કામગીરી સોંપેલ હોય ત્યાર પછી પણ જગ્યાઓ ખાલી રહે તો આવી ખાલી રહેતી જગ્યાઓ પર કામચલાઉ વ્યવસ્થાના ભાગરૂૂપે નિવૃત્ત થયેલ સરકારી અને ગ્રાંટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના નિવૃત શિક્ષકોને શૈક્ષણિક કામગીરી સોંપી શકાશે.
નિવૃત્તી બાદ લેવામાં આવતા શિક્ષકોની મહત્તમ વય મર્યાદા 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ શાળામાં બદલીથી કે ભરતીથી કાયમી શિક્ષકની નિમણૂક ન થાય કે જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય ત્યાં સુધી આવા નિવૃત્ત શિક્ષકોએ કામગીરી કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષના અંતે આવા નિવૃત્ત શિક્ષકોને છુટા કરવાના રહેશે આ કામગીરી માટે નિવૃત્ત માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને જ્ઞાન સહાયકને ચુકવવામાં આવતાં માનદ વેતન જેટલુંજ માનદ વૈતન ચુકવવાનું રહેશે. તે સિવાય અન્ય કોઈ વધારાના નાણાકીય કે સેવાકીય લાભ મળવાપાત્ર થશે નહી જે નિવૃત્ત સરકારી અને ગ્રાંટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો નિવૃત્તિ બાદ કામગીરી કરવા માંગતા હોય તેઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને અરજી કરવાની રહેશે અને સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીએ વિભાગના તા.11/07/2025ના સમાનાકી ઠરાવથી દાખલ કરેલ વેઈટીંગ લિસ્ટ મુજબ પણ જ્ઞાનસહાયક ઉપલબ્ધ થાય નહી તોજ નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની રહેશે.