સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અટકી પડેલા વિવિધ બાંધકામો તાકીદે શરૂ કરવા નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ સમિતીઓની રચના અને નવા કાયદાની અમલવારી બાદ આજે બાંધકામ શાખાની પ્રથમ બેઠક મળી હતી. જેમાન નવા બાંધકામ જુના અટકેલા કેટલાક કામો ફરીથી શરૂ કરવા અને જુની કારની હરરાજી રાખવા સહીતના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાનની ગ્રાન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આપવામાં આવી હતી. તેમાંથી રૂા.54.76 કરોડનો ખર્ચ વિવિધ બાંધકામો માટે કરવામાં આવશે તેમાં રૂા.41.35 કરોડના ખર્ચે નવું એકેડેમીક બિલ્ડીંગ અને નવુ ગેસ્ટ હાઉસ બનાવવા અંગે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત ભવનોમાં રિનોવેશન માટે રૂા.13.41 કરોડના ખર્ચે અંદાજવામાં આવ્યો હતો. કામો માટે સરકારી આર્કિટેકટ તરીકે નગર નિયોજન કચેરી અને બાંધકામ માટે માર્ગ મકાન વિભાગને આપવાનું નકકી કરાયું હતું.
સૌ.યુનિ.માં નવુ ભાષા ભવન બનાવવાની કામગીરી માટે પ્રિલિમનરી પ્લાન મંજુર કરવા અંગે નિર્ણય લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે માટે આર્કિકેટ દ્વારા રૂા.7.45 કરોડનો એસ્ટીમેટ પ્લાન રજુ કરાયો હતો. રાજય સરકાર દ્વારા પણ 2020-21ની સાલમાં રૂા.8 કરોડની ગ્રાન્ટ હેઠળ નવા ભાષા ભવનના બાંધકામ હેઠળ ફાળવવા ચર્ચા કરવામાં આવી હતી તેમજ ઉપકુલપતિના આવાસમાં પડેલી સાત જેટલી કારની હરાજી કરવા પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પટાંગણમાં કાયમી ઇજનેર ન હોવાના લીધે મોટાભાગના બાંધકામો લાંબા સમયથી અટકી પડયા છે. જો કામો અંગે સમય મર્યાદા વધારવામાં આવી છે. નવા હેલ્થ સેન્ટર, ઓડીટોરીયમ હોલ, નવા લાઇબ્રેરીના બિલ્ડીંગના બાંધકામ સહીતના કામો માટે નિર્ણય લેવામાં આવ્યો છે.