બૌદ્ધ ગુફા પાસે બનાવાયેલ 12 રૂમો તોડી પ્રવાસીઓની સુવિધા છીનવી લેવાનો નિર્ણય
રાજય સરકાર પ્રવાસનને વેગ આપવા રાજયમાં સુવિધાજનક પ્રવાસન સ્થળ બનાવવા કરોડો રૂૂપીયા મંજુર કરે છે, ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા અપાયેલ સવિધા છીનવી લેવાનું થાય તેવો નિર્ણય શા માટે લેવામાં આવી રહ્યો છે. ?
પ્રાચીન સંસ્કૃતિ બચાવવા, તેનો પ્રચાર કરવા, તેના વિસ્તારનો વિકાસ થાય, તે માટે છેલ્લા અઢી દાયકા થયા સક્રિય ભૂમિકા બજાવતી સંસ્થા જયાબહેન ફાઉન્ડેશનના પરેશ પંડયા બૌધ્ધગુફા ખંભાલીડા પાસે બની રહેલ પ્રવાસન સ્થળ માટે પ્રવાસન વિભાગ દ્વારા થયેલ કાર્યવાહીનો વિરોધ કરતા જણાવે છે કે, જયાબહેન ફાઉન્ડેશનની માંગણી બાદ, રાજયના પ્રવાસન મંત્રી જયનારાયણભાઇ વ્યાસ દ્વારા બૌધ્ધગુફા, ખંભાલીડા પાસે 12 ઉતરવાના રૂૂમ, વિશાળ પ્રાર્થના-ધ્યાનધરવાનો હોલ, પુસ્તકાલય, ભોજનાલય ધરાવતુ વિશાળ સંકુલ, તેર હજાર ચોરસ વાર જગ્યામાં ત્રણ હજાર ચોરસફુટના એક એવા પાંચ બિલ્ડીંગ બૌધ્ધ સ્થાપત્યની ડીઝાઇન મુજબ બનાવવાનું મંજુર કરવામાં આવ્યું.
જેનુ ખાતમુહુર્ત પ્રાચીન સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય ધરાવતી બૌધ્ધગુફાથી 300 મીટર દુરના સ્થળે તત્કાલીન નાણામંત્રી વજુભાઇ વાળાના હસ્તે માર્ચ ર011માં થયુ. કલેકટર રાજકોટ આ સુંદર પ્રોજેકટને સાકાર કરવા કાર્યરત હતા.
ખુબ સુંદર પાંચ બિલ્ડીંગનું માળખુ બની ગયા બાદ, આગળની કાર્યવાહી થંભી ગઇ, જયાબહેન ફાઉન્ડેશન દ્વારા ફરી સતત રજુઆતો કરવામાં આવતા, પાંચવર્ષ બાદ તત્કાલીન પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ સ્થળની રૂૂબરૂૂ મુલાકાત લીધી અને તાત્કાલીક જરૂૂરીયાત મુજબ પ્રોજેકટ પુરો કરવા વધારે પૈસા મંજુર કરી આગળની કામગીરી કરવા પ્રવાસન વિભાગને કાર્ય સોપી પ્રવાસનને વેગ આપવા ખુબ જરૂૂરી નિર્ણય લીધો.
રાજયના પ્રવાસન વિભાગે પ્રવાસન સ્થળનું બાકી રહેલ કાર્ય આગળ ધપાવવા કાર્યવાહી શરૂૂ કરી, આશ્ચર્યજનક રીતે કોઇ અકળ કારણોસર બૌધ્ધગુફા પાસે બની રહેલા પ્રવાસન સ્થળમાં પ્રવાસીઓને ઉતરવાની સુવિધા માટે બનાવવામાં આવેલ.
12 જેટલા રૂૂમ તોડી પાડવામાં આવ્યા, પરીણામે બની રહેલ પ્રવાસન સ્થળમાં 3000 સ્કેવેર ફુટના પાંચ વિશાળ હોલ માત્ર અસ્તીત્વમાં આવ્યા, બારી બારણા લગાવી કાર્ય પુરુ કરવામાં આવ્યું. લગભગ ચાર માસ થયા આ કેમ્પસ તૈયાર છે.
પરેશ પંડયા જણાવે છે કે, સુવિધા અંગે પ્રવાસન વિભાગને પુછવામાં આવતા આશ્ચર્યજનક લેખીત જવાબ મળ્યો કે કલેકટર, રાજકોટ દ્વારા અધુરી રહેલી કામગીરી પ્રવાસન વિભાગે પુરી કરેલ છે.હવે પ્રવાસન સ્થળ કલેકટર, રાજકોટને સોપી દેવામાં આવશે, હવે તેની જાળવણી અને નીભાવણી તેઓ દ્વારા થશે.
પરેશ પંડયા ભારપૂર્વક માંગણી કરે છે કે બૌધ્ધગુફા ખંભાલીડા પાસે બનેલ પ્રવાસન સ્થળમાં પ્રવાસીઓ માટે પહેલા નક્કી કરેલ બધીજ જે જરૂૂરી છે તે સવિધા પ્રવાસીઓને મળતી રહે તે માટે તાત્કાલીક યૌગ્ય પગલા ભરવા જોઇએ. રાજય સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી સમક્ષ લેખીત માંગણી કરવામાં આવેલ છે.