રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મેળામાં યાંત્રિક રાઈડ્સ આઈસક્રીમના સ્ટોલ અંગે સોમવારે ફેંસલો

05:10 PM Aug 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

નવી માર્ગદર્શિકાનો વિવાદ યથાવત, સોમવારે સાંજે વધુ એક વખત બાકી સ્ટોલ-પ્લોટની હરાજીનો થશે પ્રયાસ

તંત્ર અને ધંધાર્થીઓ વચ્ચે સમાધાન નહીં થાય તો હરવા ફરવા સિવાય મેળો ‘માણવા’ની મજા મારી જશે

રાજકોટમાં આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાનાર પાંચ દિવસના લોક મેળાનું આયોજન આ વખતે નવી સેફટી ગાઈડલાઈનના વિવાદમાં સપડાયું છે અને હવે લોકમેળાને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવા છતાં આજ સુધી આ કોકળુ નહીં ઉકેલાતાં લોકમેળામાં યાંત્રિક રાઈડસ અને આઈસ્ક્રીમના ધંધાર્થીઓએ હરરાજીનો બહિષ્કાર કર્યો છે ત્યારે તંત્ર દ્વારા રિસામણા મનામણા વચ્ચે આગામી સોમવારે સાંજે 4 વાગ્યે બાકીના સ્ટોલ્સ અને રાઈડસ માટેના પ્લોટોની હરરાજીનો વધુ એક પ્રયાસ કરવામાં આવનાર છે. જો સોમવારે ધંધાર્થીઓ હરરાજીમાં ભાગ નહીં લે તો આ વર્ષે લોકમેળામાંથી યાંત્રિક રાઈડસ અને આઈસ્ક્રીમના મોટા સ્ટોલ લોકોને જોવા નહીં મળે અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો માત્ર હરવા ફરવા માટેનો બની રહેશે. પરંતુ મેળો માણવાની મજા મરી જશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

રાજકોટમાં અઢી માસ પહેલા સર્જાયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કારણે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી સેફટી ગાઈડલાઈનના નિયમો વધુ પડતાં કડક હોવાથી લોકમેળામાં દર વર્ષે ધંધા માટે આવતાં યાંત્રિક રાઈડસના ધંધાર્થીઓએ નવી ગાઈડલાઈન હળવી કરવાની માંગણી કરી છે જ્યારે બીજી તરફ તંત્ર પાસે ગાઈડ લાઈનમાં ફેરફાર કરવાની કોઈ સત્તા ન હોવાથી લોકોની સુરક્ષાને પ્રાયોરીટી આપી ગાઈડલાઈનમા કોઈ ફેરફાર નહી કરવાની સ્પષ્ટતા કરી દેતાં યાંત્રિક રાઈડસના ધંધાર્થીઓએ લોકમેળાનો બહિષ્કાર કર્યો છે તેની પાછળ આઈસ્ક્રીમના ધંધાર્થીઓએ પણ રાઈડસ વગર લોકો મેળામાં આવશે નહીં તેવી દલીલ ઉભી કરીને રાઈડસના ધંધાર્થીઓનું સમાધાન ન થાય તો આઈસ્ક્રીમના સ્ટોલ ખોલવાનો ઈન્કાર કરી દીધો છે. જેના કારણે રાજકોટનાં લોકમેળા ઉપર નવું જ સંકટ ઘેરાયું છે.

હવે આગામી સોમવારે સાંજે 4 વાગ્યે લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા ખાણીપીણી, બી-વન કોર્નર ખાણીપીણી, આઈસ્ક્રીમ પ્લોટ, યાંત્રિકના વિવિધ પ્લોટોની હરરાજી રાખવામાં આવી છે અને યાંત્રિક રાઈડસના ધંધાર્થીઓને આ હરરાજીમા ભાગ લેવા મનાવવામાં આવી રહ્યાં છે. જો સમાધાન થઈ જાય તો લોકમેળાની મજા દર વર્ષની માફક બની રહેશે પરંતુ સમાધાન નહી થાય તો આ વર્ષે યાંત્રિક રાઈડસ અને આઈસ્ક્રીમના સ્ટોલ વગર જ મેળો યોજાઈ તેવું બની શકે છે.

રાજ્ય સરકાર દ્વારા લોકમેળા સહિત રાઈડસ માટે બનાવવામાં આવેલી નવી ગાઈડલાઈનના કારણે રાઈડસના સંચાલકો અકડાયા છે અને તેમને કલેકટર સમક્ષ ગાઈડલાઈનમાં બાંધછોડ કરવા રજૂઆતો કરી હતી. સમાધાન માટે અત્યાર સુધીમાં ત્રણ વખત બેઠકો થઈ છે અને ત્રણ વખત હરરાજી પાછી ઠલાવવામા આવી છે. પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. યાંત્રિક રાઈડસના સંચાલકોની મુખ્ય ત્રણ માંગીઓ કલેકટર તંત્ર સમક્ષ રજૂ કરવામા આવી છે જેમા રાઈડસ માટે તૈયાર કરવામા આવનાર પાકા ફાઉન્ડેશન પાછળ મોટો ખર્ચ થઈ શકે છે. આ ઉપરાત એનડીટી રિપોર્ટ અને સોયલ ટેસ્ટ રિપોર્ટના નિયમોમાં છુટછાટ આપવા ધંધાર્થીઓએ માંગણી કરી છે. પરંતુ કલેકટર તંત્ર પાસે સરકારે બનાવેલી ગાઈડલાઈનમાં ફેરફાર કરવાની કોઈ સત્તા ન હોવાથી તંત્ર આવી બાંંધછોડ કરવાનો ઈન્કાર કરી રહયું છે.

Tags :
gujaratgujarat newsLok Melarajkotrajkot newsrides
Advertisement
Next Article
Advertisement