રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ડબલ ટ્રેક માટે રેલવે દ્વારા માગવામાં આવેલ 80,000 ચોરસ મીટર જમીન અંગે 15મીએ નિર્ણય

05:41 PM Dec 14, 2023 IST | Bhumika
Advertisement

રાજકોટથી કાનાલુસ સુધી રેલવેના ડબલટ્રેક બનાવવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના 15 ગામમાં રેલવે દ્વારા 80 હજાર ચો.મી. જમીનની કલેક્ટર સમક્ષ માંગણી કરવામાં આવી છે. જ્યારે આ દરખાસ્ત અંગેનો ટુંક સમયમાં જ નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

રાજકોટ-અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રીક ટ્રેન દોડવા લાગી છે અને રાજકોટ અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે રેલવે દ્વારા રાજકોટથી કાનાલુસ સુધી ડબલ ટ્રેક બનાવવા માટેની કામગીરી હાથ ધરી છે. જે માટે પડધરી તાલુકાના 15 ગામમાંથી રેલવે ટ્રેક પાસે આવેલી 80 હજાર ચો.મી. જમીન સરકારી ભાવે કલેક્ટર પાસે માંગણી કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના માધાપર, ઘંટેશ્ર્વર, ખંઢેરી, પરાપીપળિયા, મોટા રામપર, તરધડી, વણપરી, મોટી ચણોત, નારણકા, હડમતિયા, મોવૈયા, પડધરી, છલ્લા જોધપર ખાતે રેલવે ટ્રેકની બાજુમાં આવેલ 80 હજાર ચો.મી. સરકારી જમીન માંગણી કરવામાં આવી છે.

રેલવે દ્વારા કરવામાં આવેલ આ દરખાસ્ત અંગે કલેક્ટર દ્વારા જમીનનું મુલ્યાકન અંગે નગરનિયોજન કચેરીને દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. જેનો અભિપ્રાય આપ્યા બાદ જમીનનો ભાવ નક્કી કરીને સરકારી ભાવે રેલવેને ઉરોક્ત જમીન ફાળવી દેવામાં આવશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement