મૃતક વૃદ્ધાને જીવિત બતાવી કહ્યું, ઘરે લઇ જઇ સેવા કરો!
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારીનો કિસ્સો, પતિ સ્ટ્રેચરમાં લઇને બહાર નીકળ્યા તો ખબર પડી કે, વૃદ્ધાનું મોત થયું છે!
છાસવારે વિવાદોમાં રહેતી રાજકોટ સિવિલ હોસ્પીટલ વધુ એક વિવાદમાં સપડાઇ છે. હોસ્પીટલમાં દાખલ થયેલી મહીલાનું મૃત્યુ નિપજયું હોવા છતાં તેને જીવીત બતાવી પરિવારજનોને ઘરે લઇ જઇ સેવા કરવા જણાવી દીેધાનો કિસ્સો બહાર આવ્યો છે. જો કે, હોસ્પીટલના ઇમરજન્સી વોર્ડની બહાર જ પરિવારજનોએ તપાસ કરતા વૃધ્ધાનું મોત થયાનું જાહેર થયું હતું. પરિણામે દેકારો મચી જવા પામેલ હતો અને મૃતકના પતિએ પણ હોસ્પટીલ તંત્ર ઉપર આક્ષેપો કર્યા હતા.
આ કિસ્સાની જાણવ મળતી વિગતો મુજબ શહેરના મવડી વિસ્તારમાન બાપા સીતારામ ચોક પાસે જશરાજનગર શેરી નં.1માં રહેતા 62 વર્ષના નયનાબેન કિશોરભાઇ દવેને છાતીમાં દુ:ખાવો ઉપડતા ગતરાત્રે એક વાગ્યે 108 મારફત સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
દરમિયાન નયનાબેનના પતિ કિશોરભાઇ દવેએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પીટલના વોર્ડ નં.11ના મેડીસીન વિભાગમાં રાત્રે તેમના પત્નીને દાખલ કરાયા હતા. પરંતુ વહેલી સવારે 6 વાગ્યે ડોકટરે ઓપીડીની દવા લખી આપી માજીને ઘરે લઇ જઇ સેવા કરવા સલાહ આપી હતી. આથી નયનાબેનને સ્ટ્રેચરમાં નાખી વોર્ડમાંથી નીચે લાવવામાં આવ્યા હતા અને ઇમરજન્સી વિભાગની બહાર સ્ટ્રેચરમાંથી વાહનમાં બેસાડવા માટે નયનાબેનને જગાડતા તેઓ જોગલ નહીં.
આ દરમિયાન પાણી છાંટતા પણ નયનાબેન જાગેલ નહીં આથી ફરી તેમને સ્ટ્રેચરમાં જ ફરી ઇમરજન્સી વિભાગમાં લઇ જવાતા તબીબે ચકાસી મૃત જાહેર કર્યા હતા. આ બારામાં નયનાબેનના પતિ કિશોરભાઇ દવેએ જણાવ્યું હતું કે, હોસ્પીટલના તબીબોએ ચેક કર્યા વગર જ નયનાબેનની સેવા કરો તેમ જણાવી સો્ીં દીધા હતા. તેમનું મૃત્યુ નિપજયુ હોવા છતાં તબીબોએ જીવીત બતાવી બેદરકારી દાખવી હતી.
જો કે, મૃતક વૃધ્ધાના વાલી વારસ તરીકે તેના વૃધ્ધ પતિ, કિશોરભાઇ એક જ હોય અને તેને પણ ત્રણ હાર્ટએટેક આવેલ હોવાથી સતત બીમાર રહેતા હોય તેમણે કોઇ ફરીયાદ કરી નથી તેથી હોસ્પીટલ તંત્ર પણ બધુ ભુલી ગયું છે.