For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં જુદા જુદા બે બનાવમાં નીચે પટકાયેલા બે શ્રમિકોના મૃત્યુ

01:31 PM Mar 11, 2024 IST | Bhumika
ભાવનગરમાં જુદા જુદા બે બનાવમાં નીચે પટકાયેલા બે શ્રમિકોના મૃત્યુ
  • એકનું જાહેરાતનું બોર્ડ ફિટ કરતા અને બીજાનું રિપેરિગ દરમિયાન ગબડતાં મોત

ભાવનગર માં બે બનાવો માં કામ કરતા નીચે પટકાતા બે યુવાનોના મોત નીપજ્યા છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સીદસર રોડ ઉપર રહેતા પ્રવીણભાઈ માલાભાઈ તરકોટા ઊં.વ. 22. શહેરના રીંગરોડ પેટ્રોલ પંપ પાસે થાંભલા ઉપર જાહેરાતનું બોર્ડ ફીટ કરતા હતા ત્યારે ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજા થતા સર ટી .હોસ્પિટલ ખસેડાયેલ છે તેનું સારવાર દરમિયાન મોત નીચું હતું.
બીજા બનાવમાં ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં વી. આઇ .પી.ડેલો નંબર 21 માં રીપેરીંગ કામ કરતા 50 ફુટ ઉપરથી નીચે પટકાતા અમિતભાઈ જયેશભાઈ ભાવસાર ઊં.વ . 23( રહે. વડવા તલાવડી) નામના શ્રમિક યુવાનનું રીપેરીંગ કામ દરમિયાન 50 ફૂટ ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજા થતા અત્રેની સર્ટી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન તેનું પણ મોત નીચું હતું .આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement